જો તમે પણ બટાટાનું શાક ખાઈ ખાઈને કંટાળ્યા હોવ તો હવે ટ્રાય કરો તલ વાળા બટેટાનું શાક


 જો તમે પણ બટાટાનું શાક ખાઈ ખાઈને કંટાળ્યા હોવ તો હવે ટ્રાય કરો તલ વાળા બટેટાનું શાક

બટેટાનું શાક તો લગભગ દરેક લોકોને ભાવતું હોય છે, પરંતુ જ્યારે આપણે કોઈપણ જગ્યાએ બહાર લોજમાં જમવા જતા હોઈએ છીએ ત્યારે આપણે કાયમી માટે બટેટાનું શાક ખાતા હોઈએ છીએ, અને ઘણા લોકો આવા બટેટાનું શાક ખાઈને કંટાળી ગયા હોય, તો તેવા લોકો માટે અમે લાવી રહ્યા છીએ એકદમ અવનવી તલવાળા બટેટાના શાક ની રેસીપી.

સામગ્રી

  • ૫ નંગ બટેટા
  • અડધી ચમચી હળદળ
  • અડધી ચમચી આમચૂર પાવડર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી ધાણાજીરું પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ જીણી સમરે ડુંગળી
  • ૧ જીણું સમરે ટમેટું
  • ૧ ચપટી હિંગ
  • ૪ ચમચી તલ
  • જરૂર મુજબનું તેલ

બનાવવાની રીત

  1.  તલ વાળા બટેટા નુ શાક બનાવવા માટે સૌપ્રથમ તલને બરાબર શેકી લો અને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તલે કદમ ભરી ન જાય.
  2.  ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલા મરચી આદુની પેસ્ટ લીમડો અને ચપટી હિંગ ઉમેરી તેનો બરાબર વઘાર કરો.
  3.  જ્યારે તે મિશ્રણ બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પાકવા દો, અને ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા બટેટા ઉમેરી બરાબર હલાવી લો.
  4.  જ્યારે બટેટા પાકવા આવે ત્યારબાદ તેની ઉપર થી સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર અને થોડો ગરમ મસાલો ઉમેરી દો અને બરાબર હલાવી લો.
  5. ત્યારબાદ તેની અંદર થોડું પાણી ઉમેરી અને અંદાજે દસ મિનિટ સુધી તેને પાકવા દો અને જ્યારે બટેટા પાકવા આવે ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દો જેથી કરીને ટમેટા પણ બરાબર પાકી જાય
  6.  હવે બટેટાના શાક ની અંદર આપણે અગાઉથી શેકેલા તલ ઉમેરી બરાબર હલાવી લો, અને ત્યાર બાદ ગેસ બંધ કરી દો અને આ શાકમાં ઉપરથી ધાણાભાજી  વેરી દો.
  7.  બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ તલવાળા બટેટાનું શાક જે ખાતા જ લોકો સાદા બટેટાનું શાક ભૂલી જશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
81



Source link

Like it.? Share it: