જો તમે પણ ચોમાસામાં સુકાયેલા કપડામાંથી આવતી દુર્ગંધથી છો પરેશાન તો કરો આ ઉપાય


જો તમે પણ ચોમાસામાં સુકાયેલા કપડામાંથી આવતી દુર્ગંધથી છો પરેશાન તો કરો આ ઉપાય

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ચારે તરફ ભેજવાળું વાતાવરણ ઉત્પન્ન થાય છે, અને આથી જ હવા ની અંદર રહેલા ભેજના કારણે તમારા કપડા સુકાતા નથી. જ્યારે મહિલાઓ કપડાં ધોઈને સૂકવવા માટે રાખે છે ત્યારે તડકાના અભાવના કારણે તે કપડા બરાબર સુકાતા નથી, અને ભેજના કારણે તથા તડકાના અભાવના કારણે તે કપડાં માંથી એક અજીબ પ્રકારની વાસ આવવા લાગે છે.

જ્યારે તમે તેને કબાટ ની અંદર મૂકી દો છો અથવા તો કપડાં બરાબર સુકાઈ જાય છે. તો પણ આ પ્રકારની વાસ તેમાંથી જતી નથી, અને જ્યારે તમે તેને બીજી વખત પહેરો છો ત્યારે તેની અંદર આવતી આ વાસ ના કારણે તમે તેને પહેરી પણ શકતા નથી. તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચોમાસાની ઋતુમાં સુકાયેલાં કપડામાંથી આવતી આ દુર્ગંધ ને કઈ રીતે તમે કરશો દૂર.

તમારા કબાટ ની અંદર કીમતી કપડાને રાખતી વખતે તેને પ્લાસ્ટિકના પેપરમાં અથવા તો વેક્સ પેપર ની અંદર રાખીને મૂકવા જોઈએ. જેથી કરીને કપડાં કબાટના સીધા સંપર્કમાં ન આવે અને તે બરાબર ખરાબ ન થાય.

ઘણી વખત તડકાના અભાવે તમે આલા-લીલા કપડાં જ કબાટ ની અંદર રાખી દેતા હોવ છો. પરંતુ ભૂલથી પણ આ વસ્તુ ક્યારેય ન કરવી જોઇએ. કેમ કે કપડાંને ત્યાં સુધી બહાર રાખવા જોઈએ જ્યાં સુધી તે બરાબર સુકાઈ ન જાય કેમ કે આવા આલા-લીલા કપડાંને જ્યારે તમે કબાટમાં રાખી દો છો, ત્યારે ભેજના કારણે અને બંધ દબાણના કારણે તેની અંદરથી આવી દુર્ગંધ આવતી હોય છે.

તમારા કબાટમાં કપડાં રાખતા પહેલા તમારા કબાટને બરાબર સાફ કરી લો અને સાફ કર્યા બાદ કપૂર ના પાણી નો ઉપયોગ કરીને તમે કબાટને ફરીથી સાફ કરી લ્યો અને ત્યારબાદ જ્યાં સુધી કબાટ સુકાઈ નહીં ત્યાં સુધી તેની અંદર કપડાં ન રાખો આમ કરવાથી કપડામાંથી આવતી દુર્ગંધ માં રાહત મળશે.

કપડાં માંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો. કપડાં ધોતી વખતે જો તમે પલાળેલા કપડાં ની અંદર થોડો બેકિંગ સોડા ઉમેરી દો તો પણ તમારા કપડાં માંથી દુર્ગંધ આવતી નથી.

કપડાને કબાટમાં રાખતી વખતે જો તેને ન્યૂઝ પેપર ની વચ્ચે લપેટીને રાખવામાં આવે તો પણ તેની અંદર રહેલી આ દુર્ગંધ દૂર થઈ જાય છે અથવા તો તમે તમારા કબાટની અંદરથી નાની ગોળીઓ પણ રાખી શકો છો આમ કરવાથી કપડામાંથી આવતી દુર્ગંધથી તમે છુટકારો મેળવી શકો છો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
74Source link

Like it.? Share it: