જો તમારા ઘરમાં પણ અનુભવાતી નેગેટિવિટી ને દુર કરવી હોય તો તમારા પોતાના પાણીમાં ઉમેરો આ વસ્તુ


 જો તમારા ઘરમાં પણ અનુભવાતી નેગેટિવિટી ને દુર કરવી હોય તો તમારા પોતાના પાણીમાં ઉમેરો આ વસ્તુ

નમસ્કાર મિત્રો વાસ્તુશાસ્ત્ર ની અંદર તમારા ઘરની અંદર રહેલી સકારાત્મક અને અને નકારાત્મક ઉર્જા વિશે જણાવવામાં આવ્યું હોય છે. તમારા ઘરની અંદર રહેલી દરેક વસ્તુઓનો તમારા જીવન પર અને તમારા આસપાસના વાતાવરણ પણ પ્રભાવ પડતો હોય છે. ઘણા લોકોના ઘરમાં પગ મૂકતા જ સકારાત્મક ઊર્જાનો  ભાવ થતો હોય છે. જ્યારે ઘણા લોકોના ઘરમાં પગ મૂકતાં જ નેગેટિવિટી નો અનુભવ થાય છે.

જ્યારે તમારા ઘરમાં વાસ્તુદોષ લાગતો હોય છે ત્યારે તેના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ વાત કરતી હોય છે. જેને કારણે તેમને અવારનવાર અનેક પ્રકારની અડચણો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર ની અંદર અમુક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે કરવાના કારણે તમારા ઘરમાં કાયમી માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

જ્યારે તમે ઘરમાં પોતા કરતા હો ત્યારે નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે તમારા પોતાના પાણીની અંદર થોડુંક મીઠું ભેળવી દેવું જોઈએ. આ માટે તમે દરિયામાંથી મળતું મીઠું લઈ અને તમારા પોતા કરવાના પાણીની અંદર ઉમેરી દો. જેથી કરીને આ પાણીના પોતા કરવાના કારણે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય.

ઘરમાં થોડા થોડા સમયે ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘરની અંદર જ્યારે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે ઘરની અંદર રહેલી બધી જ  નકારાત્મક ઉર્જા અને બધા જ ખરાબ વસ્તુઓ તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે જેને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

જો દરરોજ સવારમાં ઘરના આંગણામાં રંગોળી બનાવવામાં આવે તો ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે અને ઘરના આંગણાને સાફ સફાઈ કરવાના કારણે ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે હંમેશાને માટે ઘરમાં લોબાન, ગુગળ, કપૂર, દેશી ઘી અને ચંદનનો ધુમાડો કરવો જોઈએ. આ ધુમાડાના કારણે ધુમાડાની સાથે જ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં કાયમી માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
15Source link

Like it.? Share it: