જો તમને પણ રોડ પર આવી વસ્તુઓ પડેલી મળી જાય તો થાય છે શુભ સંકેતજો તમને પણ રોડ પર આવી વસ્તુઓ પડેલી મળી જાય તો થાય છે શુભ સંકેત

હિન્દુ ધર્મની અંદર વ્યક્તિના જીવનમાં થતી શુભ અને અશુભ ઘટનાઓ સાથે અનેક વસ્તુઓને જોડવામાં આવે છે. આપણે ત્યાં અનેક એવી માન્યતાઓ છે કે જે આપણા ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ સાથે સાંકળી દેવામાં આવે છે. જેમ કે દૂધ ઉભરવું,  બિલાડી નો રસ્તો કાપવો જેવી અનેક ઘટનાઓ તમારા જીવનમાં અશુભ સંકેતો લાવે છે. જ્યારે તમારા સપનું અથવા તો બીજા અમુક એવા પ્રસંગો તમારા ઘરમાં શુભ સંકેતો લાવતા હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈપણ વ્યક્તિ કપડાં પહેરતી વખતે તેના કપડા માં લગાવેલા બટન તૂટી જાય તો તે અપશુકન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે એનો મતલબ એવો થાય છે કે તમે કોઈ પણ કામ કરવા જાવ છો તે સીધું કામ પણ ઊલટું પડી જવાની શક્યતા છે.  આ અપશુકન થી બચવા માટે તમારે તે શર્ટ ઉતારી અને બીજો શર્ટ પહેરી લેવો જોઈએ.

જો તમે રસ્તા પર ચાલ્યા જતા હો અને ત્યાં તમને અચાનક જ કોઈ પણ વ્યક્તિના શર્ટનું બટન મળી જાય તો તે શુભ સંકેત માનવામાં આવે છે. કેમકે રસ્તામાં મળેલું આ બટન તમને નવા મિત્રો તરફ લઇ જાય છે અને જે તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

જો કોઈપણ વ્યક્તિ ના કપડાં પણ રૂનો ટુકડો ચોંટેલો હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના કપડાં પર રૂ એ સારા સમાચાર ના સંકેત છે. આ ઉપરાંત તમારી સાથે તમારો કોઈ પ્રિય વ્યક્તિ પણ મળવા આવવાની સંભાવના વધી જાય છે.

ઘરની ગૃહિણી અને તેની પાસે રહેલો ચાવીનો જૂડો તમારા ઘરમાં ખૂબ જ મહત્વની વસ્તુ છે. જ્યારે ઘરની ગૃહિણી પાસે ઘરની બધી જ મહત્વની ચાવીઓનો ઝૂડો હોય અને તે ચાવીઓ ને વારંવાર સાફ કરવા છતાં પણ તેમાં વારંવાર કાટ લાગી જતો હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કેમકે વારંવાર જો તેમાં કાટ લાગી જતો હોય તો તેનો મતલબ એ છે કે તમારા કોઈપણ સગા સબંધી તમને ધન આપવા માંગે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
30Source link

Like it.? Share it: