જો તમને પણ પાપડ ખૂબ ભાવતા હોય તો જાણી લો આ પાપડ ખાવાના નુકસાનજો તમને પણ પાપડ ખૂબ ભાવતા હોય તો જાણી લો આ પાપડ ખાવાના નુકસાન

ભારતીય થાળી ની અંદર દરેક વસ્તુ પોતાનું આગવું મહત્વ ધરાવતી હોય છે. ભારતીય થાળી ની વાત કરવામાં આવે તો તેની અંદર શાક-રોટલી, રાયતા, સંભાર, દાળ-ભાત અને પાપડ જેવી દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. મોટા ભાગના લોકો એવા હોય છે કે જે ની થાળી પાપડ વગર અધૂરી રહી જતી હોય છે, અને દરેક લોકો પોતાના ભોજનની સાથે પાપડ ખાવાનું પસંદ કરતા હોય છે.

આપણે ત્યાં વિવિધ જાતના પાપડનું સેવન કરવામાં આવે છે. ઘણા લોકો ઘઉંના લોટમાંથી બનતા પાપડનું સેવન કરતા હોય છે. જ્યારે અનેક લોકો એવા હોય છે કે જેને અડદના લોટમાંથી બનતા પાપડ ખૂબ જ ભાવતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વધુ પડતા પાપડ ખાવાના કારણે તમારા સ્વાસ્થ્યને કયા પ્રકારના નુકસાન થઈ શકે છે.

 

પાપડ માં હોય છે વધુ માત્રામાં મીઠું

પાપડ બનાવતી વખતે તેની અંદર જરૂરત કરતાં વધુ માત્રા ની અંદર મીઠું નાંખવામાં આવે છે. જેથી કરીને પાપડ વધુ લાંબો સમય સુધી ટકી રહે. પરંતુ પાપડ ની અંદર નાખવામાં આવેલું આ મીઠું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. કેમકે, તેના કારણે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

 

મસાલેદાર પાપડ થી થાય છે એસીડીટી

સામાન્ય રીતે દરેક લોકો મસાલાનો ઉપયોગ ઓછો કરતાં હોય છે. પરંતુ અમુક લોકોને મસાલા પાપડ ખાવા ખૂબ જ ગમતાં હોય છે. પરંતુ આવા મસાલા પાપડ ખાવાના કારણે તમારા પાચનતંત્રને અંતર જાતજાતના એસીડ ઉત્પન્ન થાય છે. જે તમને આગળ જતા એસિડિટીની સમસ્યા સર્જાઇ શકે છે.

 

વધુ પાપડ ખાવાથી થાય છે કબજિયાત

જો કોઈપણ વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ માત્રામાં પાપડનું સેવન કરશે તો તેને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કેમ કે, વધુ પડતા પાપડ ખાવાના કારણે તેની સીધી અસર તમારા આંતરડા ઉપર થાય છે, અને જે તમને આગળ જતા કબજિયાતની સમસ્યા સર્જાઇ શકે છે.

 

પાપડ બનાવવા માં વપરાય છે ખરાબ તેલ

સામાન્ય રીતે આપણે જ્યારે બજારમાંથી કોઈપણ જાતના વાપર ખરીદતા હોઈએ છીએ ત્યારે તે પાપડ બનાવવા માટે ખૂબ જ ખરાબ જાતના તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને આથી તેનું સેવન કરવાના કારણે આવું ખરાબ તેલ આપણા શરીરની અંદર જાય છે. આજે શરીરની અંદર જાતજાતના રોગ ઉત્પન્ન કરી શકે છે અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: