જો ઓછા સમયની અંદર બનાવવા હોય એકદમ સ્વાદિષ્ટ ઉત્તપમ તો આ રીતે બનાવો રવાના ઉત્તપમ.


જો ઓછા સમયની અંદર બનાવવા હોય એકદમ સ્વાદિષ્ટ ઉત્તપમ તો આ રીતે બનાવો રવાના ઉત્તપમ.

નમસ્કાર મિત્રો આજકાલના દોડધામભર્યા જીવનની અંદર કોઈપણ લોકોને સમય હોતો નથી અને તેની અંદર પણ જો કહેવામાં આવે કે કોઈપણ ફટાફટ પેટ ભરાઈ જાય એવી સ્વાદિષ્ટ વાનગી બનાવવાની વાત થઈ જાય તો. લોકોના મનમાં એવી કોઇ વસ્તુ આવતી નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ફટાફટ રવા માંથી બનાવી શકશો એકદમ સ્વાદિષ્ટ ઉત્તપમ.

સામગ્રી

 •  1 કપ રવો
 • અડધો કપ ઘઉંનો લોટ
 • 1 કપ દહીં
 • ૧ કપ ઝીણી સમારેલી કોબી
 • અડધો કપ ઝીણી સમારેલી સિમલા મિર્ચ
 • સો ગ્રામ પનીર
 • ૨ થી ૩ ચમચી ધાણાજીરું પાઉડર
 • જરૂર મુજબનું તેલ
 • 1 ચમચી આદુની પેસ્ટ
 • ૧ ઝીણી સમારેલા મરચા
 • સ્વાદ અનુસાર મીઠું
 • અડધી ચમચી રાઈ

બનાવાની રીત

સૌપ્રથમ રવાના ઉત્તપમ બનાવવા માટે એક મિક્સર ની અંદર દહીં અને બીજા મસાલા ઉમેરી તેને અંદર નાખી મિક્સરમાં બરાબર પેસ્ટ બનાવી લો અને ત્યારબાદ તેની અંદર થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે આ પેસ્ટને એક પ્યાલા ની અંદર કાઢી લઇ તેની અંદર  કોબી સિમલા મિર્ચ, લીલા મરચા, આદુ ની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર ફેટી લઈ અંદાજે 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને રાખી દો.

જેથી કરીને રવો એકદમ ફૂલી ને તૈયાર થઈ જાય અને  તેના દ્વારા બનતા ઉત્તપમ એકદમ સ્વાદિષ્ટ બને.

હવે એક નોનસ્ટિક પેનને ગરમ કરી તેની અંદર થોડું તેલ ઉમેરો અને તેને નોનસ્ટીક પેન ની અંદર બરાબર ફેલાવી દો. ત્યારબાદ તેની અંદર એક ચપટી જેટલી રાઈ ઉમેરી બરાબર સાતળો અને ત્યારબાદ તેમાં અંદાજે ૧ થી ૨ મોટા ચમચા જેટલું આ મિશ્રણ ઉમેરી બરાબર પાથરી દો.

હવે આ ઉત્તપમને 2 મિનીટ સુધી પાકવા દો અને જ્યારે તે એક સાઇટથી એકદમ સોનેરી રંગનું થઈ જાય ત્યારબાદ તેને બીજી સાઈડ પલટાવી થોડું તેલ ઉમેરી બીજી સાઈડ પણ બરાબર પાકવા દો.

બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ રવાના ઉત્તપમ જેને તમે લીલી ચટણી અને સોસ સાથે ખાઈ શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
95Source link

Like it.? Share it: