જાણો હોઠોના આકાર ઉપરથી વ્યક્તિનો વ્યવહાર અને સ્વભાવ


જાણો હોઠોના આકાર ઉપરથી વ્યક્તિનો વ્યવહાર અને સ્વભાવ

વ્યક્તિના ચહેરા ઉપર બતાવામાં આવેલા હાવભાવ ઉપરાંત તે વ્યક્તિના હોઠો પરથી પણ આપણે તે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. સામાન્ય રીતે તમે જોયું હશે કે વ્યક્તિ ની આંખો અને તેનો ચહેરો વ્યક્તિની સુંદરતાને અભિવ્યક્ત કરતા હોય છે. પરંતુ તે વ્યક્તિનો વ્યવહાર તેને હોઠોના આકાર અને હોઠોની મુદ્રા ઉપરથી જાણી શકીએ છીએ.

સમુદ્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર ના આધાર ઉપર તમે હોઠોના આકાર અને ચહેરા ઉપર હોઠો ના અલગ અલગ પ્રકારના હાવભાવ ના કારણે તે વ્યક્તિનો વ્યવહાર અને તે વ્યક્તિના સ્વભાવ વિશે જાણકારી મેળવી શકો છો. તમારા સુંદર હોટ કોઈપણ અનાકર્ષક ચહેરાને એકદમ આકર્ષક બનાવી શકે છે. તો ચાલો જાણીએ કઈ રીતે હોઠ ઉપર થી વ્યક્તિનું વ્યક્તિત્વ જાણો છો.

 

સામાન્ય હોઠ

સામાન્ય હોઠ ધરાવતા વ્યક્તિઓ એકદમ સંતુલિત, સમજદાર અને દરેક પરિસ્થિતિઓને સુલઝાવવા વ્યક્તિઓ હોય છે. તે બીજા વ્યક્તિઓના વિચારો નો સન્માન કરે છે અને બીજાની ટીકા ટીપ્પણી કરતા નથી.

 

ઉપરના હોઠ મોટા

જે વ્યક્તિઓના ઉપરના હોઠ મોટા હોય છે તે વ્યક્તિઓ ડ્રામા ક્વીન થી કમ હોતા નથી. આવા વ્યક્તિઓ એકદમ ઇમોશનલ અને પોતાનાથી પ્રેમ કરનારા લોકો હોય છે. તે પોતાના વિશે ખૂબ સ્વાર્થી હોય છે અને બીજા વિશે વિચારતા પહેલા પોતાનું વિચારતા હોય છે.

 

ઉપરના હોઠ માં એકદમ તીક્ષ્ણ ખૂણો

જે લોકોના ઉપરના હોઠ માં એકદમ તીક્ષ્ણ ખૂણો પડતો હોય તેવા લોકો સો ટકા રચનાત્મક વિચારો ધરાવતા લોકો હોય છે. તેઓ સારા એવા કલાકાર અથવા તો સંગીતકાર હોય છે. તે કોઇપણ વ્યક્તિના નામ ખૂબ આસાનીથી યાદ રાખી લે છે અને તેને દરેક કામની અંદર સફળતા પણ મળે છે.

 

મોટા હોઠ

જે વ્યક્તિના હોઠ ખૂબ મોટા હોય છે તેવા વ્યક્તિઓ મોટે ભાગે પોતાના નાના ભાઈ બહેનો અથવા તો બીજા લોકોનું ધ્યાન રાખવામાં પોતાનો સમય પસાર કરતા હોય છે. આવા લોકો મજબૂત હદયવાળા હોય છે અને તે પોતાના થી નાના વ્યક્તિઓને ખૂબ વધુ સારી રીતે દેખભાળ રાખી શકે છે.

 

નીચેના હોઠ મોટા હોય

જે લોકોના નીચેના હોઠ મોટા હોય છે તેવા લોકોને કોઈપણ જાતના બંધન ગમતા નથી અને તેવા લોકોને કોઈ પણ જાતની નોકરી કરવી પણ ગમતી નથી. આવા લોકો પોતાના જીવનનો આનંદ લેવામાં ખૂબ જ ખુશ હોય છે અને આવા લોકોને નવી નવી જગ્યા ઉપર ખરવું પણ ખુબ ગમતું હોય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: