જાણો શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવાના કારણે થાય છે કયા ફાયદાઓ


જાણો શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવાના કારણે થાય છે કયા ફાયદાઓ

શ્રાવણ માસ એટલે ભગવાન શંકરનો માસ ગણવામાં આવે છે અને શ્રાવણ માસના સોમવારના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કેમકે આ દિવસે મોટા ભાગના લોકો ઉપવાસ રાખતા હોય છે અને ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓ માટે પણ ઘણા બધા વ્રત એવા હોય છે કે જે સોમવારે જ કરવામાં આવતા હોય છે અને કહેવાય છે કે સોળ સોમવારનું વ્રત કરવાના કારણે તેને ઈચ્છિત પતિ મળે છે.

પરંતુ શું કોઈ લોકોએ વિચાર કર્યો છે કે શ્રાવણ મહિનાની અંદર અથવા તો વર્ષના અન્ય મહિનાઓમાં સોમવારે જ વ્રત રાખવાનું વિશેષ મહત્વ શા માટે કહેવામાં આવ્યું છે? સોમવારના દિવસે વ્રત રાખવા પાછળ અનેક પ્રકારના પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સોમવારના દિવસે કઈ રીતે તમે વ્રત રાખી શકો છો અને આ વ્રત રાખતી વખતે તમારે કેવા પ્રકારની વાતો નું ધ્યાન રાખવાની જરૂર છે.

શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વ્રત રાખવાના કારણે ભગવાન શંકર તમારા ઉપર ખૂબ જ કૃપા વરસાવે છે. કેમકે, ભગવાન શંકરને ભોળાનાથ કહેવામાં આવે છે અને ભગવાન શંકરને ખુશ કરવા ખૂબ જ સહેલા છે. આથી જો કોઈ પણ વ્યક્તિ શ્રાવણ મહિનાના ચાર સોમવાર વ્રત કરશે તો તેને આખો વર્ષ સુધી કોઇપણ જાતની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં, તથા સમગ્ર વર્ષ દરમિયાન પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે, અને જ્યારે શ્રાવણ માસનો સોમવાર રહેતા હોય ત્યારે મોટાભાગના લોકો એ હંમેશાને માટે ફળાહાર કરવો જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય ત્યાર બાદ રાત્રીના સમયે કોઈપણ જાતનું ફળાહાર કે ભોજન ન લેવું જોઈએ.

માતા પાર્વતી માટે પણ સોળ સોમવારનું વ્રત ખુબ જ ઉચિત માનવામાં આવ્યું છે. કહેવાય છે કે માતા પાર્વતીને ખુશ કરવા માટે જો સ્ત્રીઓ સોળ સોમવારનું વ્રત કરશે તો તેને ઈચ્છિત પતિ મળી શકે છે. આ ઉપરાંત તેનું વૈવાહિક જીવન પણ ખૂબ જ સારો નીવડે છે અને આથી જ જો મહિલાઓ એકધારા સોળ સોમવાર સુધી વ્રત રાખે તો તેને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે આવી મનોકામનાઓ થી સોમવારના દિવસે વ્રત રાખવામાં આવે ત્યારે ભગવાન શંકરને પણ પૂજન કરવું જોઇએ તથા ભગવાન શંકર ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનો અભિષેક કરવો જોઈએ.

સોમવારના દિવસે વ્રત કરવા પાછળની એક પૌરાણિક કથા એવી પણ છે કે માતા પાર્વતીએ પણ સોળ સોમવાર સુધી એકધારા આવા ઉપવાસ કર્યા હતા અને આથી જ તેને ભગવાન શંકર જેવા પતિ મળ્યા હતા. અને ભગવાન શંકર સાથે તેના વિવાહ થયા હતા. ત્યારથી જ મહિલાઓ પોતાના ઇચ્છિત પતિ મેળવવા માટે આ સોળ સોમવારનું વ્રત કરતી હોય છે. આમ શ્રાવણ માસની અંદર અથવા તો વર્ષના અન્ય માસની અંદર સોમવારના વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22Source link

Like it.? Share it: