જાણો શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ પહેરવાની સાચી રીત


જાણો શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ પહેરવાની સાચી રીત

રુદ્રાક્ષ ભગવાન શિવનું પ્રિય આભૂષણ છે. રુદ્રાક્ષને ધન-ધાન્ય સુખ આનંદ વગેરેને લઈને ધર્મ અને મોક્ષનો દાતા માનવામાં આવે છે. એટલા માટે જ આ ભક્તિ વાદી લોકો સહિત યોગી, તપસ્વી ,ઋષિ વગેરે નું પ્રિય છે અને જો કહીએ કે આમાં શારીરિક ,આત્મિક તથા સ્પિરિચુઅલ આ ત્રણે પ્રકારના સુખને પ્રાપ્ત કરવાની અદભૂત ક્ષમતા છુપાયેલી છે તો આ કહેવું ખોટું નથી.

અમુક મુખવાળા રુદ્રાક્ષ આપણા માટે યોગ્ય હોય છે. પરંતુ તેને પ્રાપ્ત કરવા એટલા સરળ હોતા નથી .કારણકે તેવા જ ડુપ્લીકેટ રુદ્રાક્ષની બજારની અંદર ભરમાળ છે .તેથી જ રુદ્રાક્ષ કોઈપણ સર્ટિફાઇડ દુકાનેથી જ ખરીદવા.

પ્રત્યેક રુદ્રાક્ષ પોતાનામાં જ ધન-ધાન્ય અને સુખ સંપતિ નો કારક હોય છે. અહીં અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે એક, છ, આઠ, બાર, ચૌદ અને ગૌરી શંકર રુદ્રાક્ષ ને રિલેટેડ છે. કારણ કે આમાં લક્ષ્મીજીને રીઝવવા માટેના વિશિષ્ટ ગુણધર્મ છુપાયેલા છે. સૌથી પહેલા તમારા સામર્થ્ય અને સુવિધા પ્રમાણે આમાનો એક રુદ્રાક્ષ લો. રુદ્રાક્ષ અથવા તો તેની માળાનો પ્રયોગ કરતા પહેલા તેની પ્રાણ પ્રતિષ્ઠા, તેના મંત્રો અથવા બીજ મંત્રનો જાપ થતો હોય છે. આ પ્રોસેસ ખૂબ જ અઘરી ,લાંબી તથા સામાન્ય વ્યક્તિઓની સમજની બહાર હોય છે.

કોઈપણ દિવસે રુદ્રાક્ષ અને સરસવના તેલમાં ડુબાડીને રાખો. ત્રણ દિવસ પછી તેને તેમાંથી કાઢી તેલ સાફ કરી અને પંચામૃતમાં એક દિવસ ડુબાડીને રાખો .આગલા દિવસે તેને તેમાંથી કાઢી સાફ કરી આવી રીતે પૂજા કરી સિદ્ધ કરી ને પ્રયોગ કરવો. જે કોઈ પણ એક અથવા તો વધારે રુદ્રાક્ષ અને તમે શુદ્ધ કર્યા છે તેને કોઈ પણ યોગ્ય વ્યક્તિ પાસે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી લો. ત્યાર પછી જ તેને ધારણ કરો.

 

રુદ્રાક્ષની માળાને ધારણ કરવાના નિયમો

જે રુદ્રાક્ષની માળાથી તમે જાપ કરતા હો તે માળાને ક્યારે ધારણ ન કરવી. આવી જ રીતે જે માળાને ધારણ કરી હોય તેનાથી ક્યારેય પણ જાપ ન કરવા.

કોઈપણ અન્ય વ્યક્તિઓના ઉપયોગમાં આવે લો રુદ્રાક્ષ અથવા તો રુદ્રાક્ષની માળા નો ઉપયોગ ન કરવો જોઈએ.

રુદ્રાક્ષની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ જ તેને શુભ મુહૂર્તમાં ધારણ કરવું જોઈએ.

રુદ્રાક્ષની માળા ધારણ કરનાર વ્યક્તિએ માંસ ,દારૂ, લસણ અને ડુંગળી નું સેવન ન કરવું જોઈએ.

રુદ્રાક્ષને વીંટીમાં જડાવીને ધારણ ન કરવું જોઈએ.

સ્ત્રીઓએ માસિક ધર્મના સમયે રુદ્રાક્ષને ધારણ ન કરવું જોઈએ.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
65Source link

Like it.? Share it: