જાણો શા માટે બટેટા પૌવા કહેવાય છે સ્વાસ્થ્ય વર્ધક નાસ્તો


 જાણો શા માટે બટેટા પૌવા કહેવાય છે સ્વાસ્થ્ય વર્ધક નાસ્તો

સામાન્ય રીતે મોટાભાગના લોકો બટેટા પૌવા ને પોતાના નાસ્તાની અંદર લેવાનું ખુબ પસંદ કરતા હોય છે. બટેટા પૌવા ને ખૂબ જ હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે. બટેટા પૌવા ની અંદર ડુંગળી વટાણા અને સાથે સાથે અનેક પ્રકારની શાકભાજીઓ ઉમેરવામાં આવે છે. જે બટેટા પૌવા નો સ્વાદ તો વધારે જ છે અને સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ વધારે છે.

ભારત દેશના વિવિધ હિસ્સાઓમાં વિવિધ પ્રકારે આ રીતે પૌઆ બનાવવામાં આવે છે, અને દરેક જગ્યાએ તેને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ શા માટે બટેટા પૌવા ને માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ અને સ્વાસ્થ્યવર્ધક નાસ્તો.

  • પવા ની અંદર ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે, અને એટલા માટે તેને ખૂબ આસાનીથી નાસ્તા ની અંદર ખાઈ શકાય છે. એક રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે જે વ્યક્તિઓને પેટ ફુલવાની સમસ્યા હોય તેવા લોકો માટે બટેટા પૌવા સર્વશ્રેષ્ઠ નાસ્તો છે.

  • બટેટા પૌઆ ખાવાના કારણે તમારો વજન પણ વધતો નથી.

  • બટેટા પૌવા સ્વાદની અંદર ખૂબ મજેદાર હોય છે અને તેની અંદર વિવિધ જાતના શાકભાજી નાખવામાં આવે છે જે ખૂબ જ પૌષ્ટિક હોય છે.

  • બટેટા પૌવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે અને તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં એનર્જી તો મળી રહે છે સાથે-સાથે કબજિયાતની સમસ્યા પણ દુર થાય છે.

  • સાથે-સાથે બટેટા પૌવા ખૂબ જ થોડા સમયની અંદર બનાવી શકાય છે, અને આથી જ તે સ્વાસ્થ્યની સાથે સાથે તમારા સમયને પણ બગાડતું નથી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14Source link

Like it.? Share it: