જાણો શા માટે ઘરના દરવાજા પર લગાવવામાં આવે છે સિંદુર.


જાણો શા માટે ઘરના દરવાજા પર લગાવવામાં આવે છે સિંદુર.

આપણી આસપાસ રહેલી અનેક વસ્તુઓ આપણા જીવન ઉપર પ્રભાવ પાડતી હોય છે આપણી આસપાસ રહેલા રંગો કરો અને વસ્તુઓ તમારી પ્રસન્નતા માટે જવાબદાર હોઈ શકે છે અને તેવી જ એક વસ્તુ છે સિંદૂર સિંદૂર માત્ર લાલ કલર હોવાનો સંકેત આપતો નથી પરંતુ આ સિંદૂરની સાથે અનેક પ્રકારની ભાવનાઓ પણ જોડાયેલી છે.

સુહાગન સ્ત્રીઓ માટે સિંદૂરની કિંમત સૌથી વધુ હોય છે કેમકે એક સિંદૂરની કિંમત સુહાગણ સ્ત્રી સિવાય બીજું કોઈ વ્યક્તિ સમજી શકતું નથી. સિંદૂર નો ઉપયોગ સુહાગન પોતાનો સેથો સજાવવા માટે કરે છે. આ ઉપરાંત માતાની પૂજામાં પણ ઘણી જગ્યાએ આ સિંદૂર નો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ આ સિંદૂર ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો પોતાના ઘરના દરવાજાની બહાર પણ આ સિંદૂર નો ઉપયોગ કરતાં હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ શા માટે લોકો પોતાના ઘરના દરવાજાની બહાર આ રીતના સિંદૂર લગાવે છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું કારણ.

ઘણા લોકો દિવાળીના તહેવારની આસપાસ પોતાના ઘરની બહાર તેલ અને સિંદૂરનું મિશ્રણ કરીને લગાવતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઘરની બહાર જો તેલ અને સિંદૂર ને મિશ્રણ કરીને લગાડવામાં આવે તો તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં રહેલા બધા જ વાસ્તુદોષ દૂર થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે ઘરની બહાર સિંધુર લગાવવાના કારણે તે તમારા ઘરની અંદર રહેલા અનેક પ્રકારના વાસ્તુદોષને દૂર કરી શકે છે. આ ઉપરાંત એક એવી પણ માન્યતા છે કે જો ઘરની બહાર આ રીતે લાલ સિંદૂર લગાવવામાં આવે તો તમારા ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને કાયમી માટે તમારા ઘરની અંદર ધનનો વરસાદ થયા કરે છે.

ઘણી જગ્યાએ ઘરની બહાર સરસવનું તેલ અને આ સિંદૂરનું મિશ્રણ કરીને લેપ લગાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની બહાર સરસવનું તેલ અને સિંદૂરનું મિશ્રણ લગાવવાના કારણે તમારા ઘર ઉપર શનિદેવનો કોઇપણ જાતનો પ્રકોપ હોય તો તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત શનિવારના દિવસે આ સિંદૂર ઘરના દરવાજા ઉપર લગાવવાથી ભગવાન હનુમાન કાયમી માટે તમારા ઘરની રક્ષા કરે છે.

આ ઉપરાંત જો વૈજ્ઞાનિક કારણ થી જોવા જઈએ તો ઘરના દરવાજા ઉપર તેલ અને સિંદૂર લગાવવાના કારણે તમારો ઘરનો દરવાજો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. અને તેના ઉપર કોઇપણ જાતનો કાટ કે અન્ય પ્રકારનો ખમણ થતું નથી અને આથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ અને વાસ્તુની દ્રષ્ટિએ પણ ઘરના દરવાજાની બહાર સિંદૂર લગાવો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
24Source link

Like it.? Share it: