જાણો શા માટે ગણેશ ચતુર્થીના દિવસે કહેવામાં આવે છે ગણપતિ બાપા મોરિયા


જાણો શા માટે ગણેશ ચતુર્થીના દિવસે કહેવામાં આવે છે ગણપતિ બાપા મોરિયા

આજથી ગણેશ ચતુર્થીનો પર્વ શરૂ થઇ ગયો છે અને દરેક જગ્યાએ ભગવાન ગણપતિની જયજયકાર થાતી હોય છે અને સાથે સાથે ગણપતિ બાપા મોરિયા નો નાદ થતો હોય છે ભગવાન ગણપતિ ને સંકટમોચન દેવ કહેવામાં આવે છે. અને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિનો જન્મ થયો હોવાના કારણે લોકો પોતાના પંડાલમાં અથવા તો ઘરમાં ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરે છે, અને 10 દિવસ સુધી પૂજા અર્ચના અને ભક્તિ કરતા હોય છે.

પરંતુ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થીના દિવસે આપણે લોકો ગણપતિ બાપા મોરિયા એવું જ સા માટે બોલીએ છીએ? આવું બોલવા પાછળ એક કથા પ્રખ્યાત છે. કે જેની અંદર એક ભક્ત અને ભગવાનને સાથે મળી અને ભગવાને પોતાના ભક્તનું નામ કાયમી માટે પોતાની સાથે જોડી દીધું હતું.

ભગવાન ગણપતિના જયજયકારની આ તથા મહારાષ્ટ્રના પુના ગામ પાસે રહેલા ચિંચવાડ ગામ સાથે જોડાયેલી છે. ચિંચવાડ ગામની અંદર એક એવા સંત થઇ ગયા કે જે ભગવાન ગણપતિના ખૂબ જ મોટા ભક્ત હતા, અને સાથે સાથે આસપાસના વિસ્તારની અંદર પણ તેની ભક્તિ ખૂબ જ પ્રખ્યાત હતી. આ ગામની અંદર ઘણા વર્ષો પહેલા morya ગવાસી નામનો એક વ્યક્તિ રહેતો હતો.

કહેવાય છે કે ભગવાન ગણપતિ ના આશીર્વાદ બાદ જ આ મોરિયા નો જન્મ થયો હતો. અને તે પોતાના માતા-પિતાની સાથે જન્મતાની સાથે જ ભગવાન ગણપતિની પૂજા અર્ચના અને ભક્તિભાવ ની અંદર જોડાઈ ગયો હતો. અને પોતાના નિત્યક્રમ અનુસાર દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે આ મોરીયા ભગવાન ગણપતિની પ્રતિમા નુ સ્થાપના કરતો હતો અને સાથે સાથે તેની પૂજા-અર્ચના કરતો હતો.

તેની આ ભક્તિભાવ જોઇ અને એક વખત મોરિયાના સ્વપ્નની અંદર ભગવાન ગણપતિ પોતે આવ્યા અને તેણે કહ્યું કે તેને ભગવાન ગણપતિની મૂર્તિ નદીની અંદરથી મળશે. અને જ્યારે તે મૂર્તિ લઈ અને મંદિરમાં આવે ત્યારે તેને ગણપતિ બાપા મોરિયા નો નાથ લગાવવાનું કહ્યું, અને ત્યારથી મોરી આયે ગણપતિજીની આ પ્રતિમાને નદીમાંથી લાવી અને મંદિરની અંદર સ્થાપના કરી અને સાથે સાથે ગણપતિ સાથે પોતાનું નામ કાયમી માટે જોડી દીધું.

આમ ગણેશ ચતુર્થીના દિવસે આકારના કારણે લોકો ગણપતિ બાપા મોરિયા એવું કહે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: