જાણો મંગળસુત્ર પહેરવાનું સાચું મહત્વ, અને તેનાથી પતિ-પત્નીના નસીબ પર શું અસર થાય છે


જાણો મંગળસુત્ર પહેરવાનું સાચું મહત્વ, અને તેનાથી પતિ-પત્નીના નસીબ પર શું અસર થાય છે

હિંદુ ધર્મમાં લગ્ન થાય એટલે પતિ પોતાની પત્નીને મંગળસુત્ર પહેરાવે છે. મંગળસુત્ર તેના નામ ની જેમ જ એક સ્ત્રી માટે સુહાગણ ની નિશાની છે. આજકાલ મંગળસુત્ર ઘણી ડીઝાઇન માં ઉપલબ્ધ છે. પરંતુ શું તમે મંગળસૂત્ર નું મહત્વ જાણો છો? તેની સાથે કેટલીક ખાસ વાતો જોડાયેલી છે.

એક સ્ત્રી માટે સુહાગ ના પ્રતિક સ્વરૂપે માથા થી લઈને પગ સુધી ઘરેણાઓ થી સજાવી દેવામાં આવે છે. સુહાગણ ના આ પ્રતીકો માં મંગળસુત્ર અને સિંદુર ખુબજ ખાસ છે. લગ્ન ની વિધિ દરમિયાન મંગળસુત્ર પહેરાવીને પુરુષ સ્ત્રી ને પોતાની અર્ધાંગિની બનાવે છે અને સ્ત્રી ને પોતાના દામ્પત્ય જીવન પર પડવા વાળી દરેક ખરાબ નજર થી બચાવવા માટે આ કાળા મોતીનું મંગળસુત્ર પહેરાવે છે. તો ચાલો જાણીએ મંગળસુત્ર સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો.

 

મંગળસુત્ર ખરાબ નજર થી બચાવે છે:

મંગળસુત્ર પહેરવાથી પતિ-પત્ની પર ખરાબ નજર પડતી નથી. મંગળસુત્ર કાળા મોતીઓ અને સોના થી બનેલું હોય છે તેથી મંગળસુત્ર શનીની ખરાબ અસરથી બચાવે કરે છે. મંગળસુત્ર તૂટી જાય તો તેના મોતી ભેગા કરીને તેને પાછું પરોવી લેવું જોઈએ. જ્યોતિષ માં મંગળસુત્ર ને વિપત્તિઓ થી બચાવવા વાળું માનવામાં આવ્યું છે. તેથી લગ્ન પછી મંગળસુત્ર પહેરવું ફરજીયાત છે.

 

લગ્ન પછી સોનું પહેરવું જરૂરી છે:

સોનામાં ગુરુ ગ્રહ નો પ્રભાવ રહેલો હોય છે અને આ ગ્રહ લગ્ન જીવનમાં ખુશાલી લાવે છે. તેથી સોનું પહેરવું જોઈએ સોનું પહેરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે હ્રદય માટે પણ ખુબજ ફાયદાકારક હોય છે. ગળામાં સોનું પહેરવાથી સ્ત્રી નું ઇમ્યુઇન સીસ્ટમ મજબૂત બને છે.

 

મંગળસુત્ર માં આ ડીઝાઇન સૌથી જૂની છે:

 

હાલમાં ઘણી બધી પેટર્નમાં મંગળસુત્ર જોવા મળે છે. અને દરેક લોકો પોત પોતાની પસંદ ના ખરીદે છે તેમજ આ મંગળસુત્ર સુહાગણ સ્ત્રીઓને ખુબજ સારા લાગે છે. પરંતુ તેની મેઇન અને સૌથી જૂની ડીઝાઇન બે કપ વાળી જ છે. આ કપ સારા ગુણો થી ભરપુર માનવામાં આવે છે. તેને શિવ પાર્વતી નું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવ પાર્વતી એક બીજા ના પુરક કહેવામાં આવે છે તેનો પ્રેમ અજોડ છે.

 

મંગળસુત્ર નું મહત્વ:

મહારાષ્ટ્ર માં અલગ પ્રકારના મંગળસુત્ર પહેરવામાં આવે છે અને દક્ષિણ ભારત માં પણ અલગ. પરંતુ મંગળસુત્ર પહેરવા પાછળના કારણો બધી જગ્યાએ સમાન હોય છે. તે પતિના લાંબા આયુષ્યની કામના અને ખરાબ નજર થી તેમને બચાવે છે તેને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ તે બધાનો અર્થ એક જ છે.

 

લગ્ન પછી ફરજીયાત મંગળસુત્ર પહેરવું જોઈએ:

લગ્ન પછી દરેક સ્ત્રીએ ફરજીયાત મંગળસુત્ર પહેરવું જોઈએ. પતિ એ એક વખત ગળામાં મંગળસુત્ર પહેરાવ્યા પછી તેને ત્યાં સુધી ના ઉતારવું જોઈએ કે જ્યાં સુધી પતિ જીવતો હોય. મંગળસુત્ર ખોવાઈ જાય કે તૂટીજાય તો તેને અશુભ માનવામાં આવે છે. મંગળસુત્ર ક્યારેય ઉતારવું પણ પડે તો તેની જગ્યા બીજી કોઈ વસ્તુ ગાળામાં પહેરી લેવું જોઈએ.


Post Views:
14Source link

Like it.? Share it: