જાણો તમારા જીવનમાં શું છે રુદ્રાક્ષનું મહત્વજાણો તમારા જીવનમાં શું છે રુદ્રાક્ષનું મહત્વ

ભગવાન શંકરની અતિ પ્રિય વસ્તુઓ માની એક વસ્તુ એટલે રુદ્રાક્ષ. ઘણા શિવભકતો આ રુદ્રાક્ષને પોતાના શરીર ઉપર ધારણ કરતા હોય છે અને ઘણા શિવભકતો આ રુદ્રાક્ષની માળા બનાવીને તેનો પણ જાપ કરતા હોય છે. પરંતુ શું તમે લોકો જાણો છો કે રુદ્રાક્ષનો સાચો અર્થ શું થાય છે રુદ્રાક્ષ ની અંદર રૂ નો મતલબ થાય છે ભગવાન શિવ. અને દ્રાક્ષ નું મતલબ થાય છે આશુ. એટલે કે રુદ્રાક્ષ નો મતલબ ભગવાન શંકરના આંસુ.

એક પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શંકર જ્યારે હજારો વર્ષોથી તપ કરી રહ્યાં હતાં ત્યારે તપ કરતી વખતે તેનું મન એકદમ દુઃખી થઈ ગયું હતું. અને તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા હતા જે આંસુ જ્યારે જમીન ઉપર પડ્યા ત્યારે આ રુદ્રાક્ષ બની ગયા. અને ત્યારબાદ ભગવાન શંકરના એક પ્રતિક રૂપે આ રુદ્રાક્ષને લોકો ધારણ કરે છે અને તેની પૂજા પણ કરે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તો કઈ રીતે તમે આ રુદ્રાક્ષ ધારણ કરી શકો છો અને તેના કારણે તમને શું ફાયદાઓ પણ થઈ શકે છે.

 

કઈ રીતે ધારણ કરશો આ રુદ્રાક્ષ

રુદ્રાક્ષ ધારણ કરવો એ સહેલી વાત નથી રુદ્રાક્ષ ધારણ કરતી વખતે તમારે અનેક પ્રકારના બંધનોથી બંધાવું પડે છે. આ માટે સૌથી પહેલાં તમારે માસ મચ્છી દારૂ અને લસણ ડુંગળી નો ત્યાગ કરવો પડે છે. અને ત્યાર બાદ જ તમે આ રુદ્રાક્ષને ધારણ કરી શકો છો. અને આ ઉપરાંત તમારે અનેક પ્રકારના કપરા નિયમોને પણ પાલન કરવું પડે છે.

 

કઈ રીતે ઓળખશો સાચો રુદ્રાક્ષ

આજે માર્કેટની અંદર અનેક એવા લેભાગુ તત્વો છે કે જે અતિ દુર્લભ એવા રુદ્રાક્ષને ઊંચા ભાવે વેચતા હોય છે. પરંતુ હકીકતમાં આવા રુદ્રાક્ષ સાચા હોતા નથી અને તે એકદમ ડુપ્લીકેટ રુદ્રાક્ષ બનાવી અને વેચતા હોય છે. પરંતુ જો તમારે પણ સાચો રુદ્રાક્ષ હોય તો જો આ રુદ્રાક્ષને તમે પાણીમાં નાખશો તો જે રુદ્રાક્ષ સાચો હશે તે રુદ્રાક્ષ પાણીની અંદર ડૂબી જશે. આ ઉપરાંત સાચા રુદ્રાક્ષની રાખી અને દબાવવામાં આવે તો તે રૂદ્રાક્ષ પોતાની જગ્યાએ ફરવા લાગે છે.

 

અલગ-અલગ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા

 

એકમુખી રુદ્રાક્ષ

તમારા જીવનના બધા જ ગ્રહોને સમન કરવા માટે એક મુખી રુદ્રાક્ષ અને સર્વ ઉત્તમ માનવામાં આવ્યો છે.

 

દ્વિમુખી રુદ્રાક્ષ

મનની શાંતિ મેળવવા માટે દ્વિમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત માથાના દુખાવામાં પણ દ્વિમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

ત્રિમુખી રુદ્રાક્ષ

શારીરિક પીડાને દૂર કરવા માટે ત્રી મુખી રુદ્રાક્ષને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત તેને ધારણ કરવાના કારણે તમારા પેટને લગતી દરેક સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.

 

ચતુર મુખી રુદ્રાક્ષ

વિદ્યાભ્યાસમાં સફળતા મેળવવા માટે અને ઘરમાં ધન ધાન્યની સંપત્તિ મેળવવા માટે ચતુર મુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

 

પંચમુખી રુદ્રાક્ષ

  • તમારા કોઈપણ શત્રુ ને દૂર કરવા માટે પંચમુખી રુદ્રાક્ષ અને સર્વોત્તમ માનવામાં આવ્યો છે.
  • વેપાર-ધંધામાં વૃદ્ધિ મેળવવા માટે ૬ મુખી રુદ્રાક્ષને સર્વોત્તમ માનવામાં આવે છે.
  • યસ કીર્તિ મેળવવા માટે સપ્તમુખી રુદ્રાક્ષ અને સર્વોત્તમ માનવામાં આવે છે.
  • બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે અષ્ઠ મુખી રુદ્રાક્ષને સર્વોત્તમ માનવામાં આવે છે.
  • સંતાનસુખ મેળવવા માટે અને કૌટુંબિક સુખ મેળવવા માટે નવ મુખી રુદ્રાક્ષ સર્વોત્તમ મનાય છે.
  • સૌભાગ્યમાં માં વધારો કરવા માટે અગિયાર મુખી રુદ્રાક્ષ અને સર્વોત્તમ માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
21Source link

Like it.? Share it: