જાણો કઈ રીતે ફૂટપાથ અને સીડીઓ પર રાતવાસો કરનારો આ ૧૯ વર્ષનો છોકરો રાતોરાત બની ગયો કરોડપતિ.


જાણો કઈ રીતે ફૂટપાથ અને સીડીઓ પર રાતવાસો કરનારો આ ૧૯ વર્ષનો છોકરો રાતોરાત બની ગયો કરોડપતિ.

આપણે ત્યા કહેવામાં આવે છે કે દરેક લોકોના જીવનમાં સુખ અને દુઃખ બંને પાસાઓ લખેલા હોય છે. જે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય તેના જીવનમાં ભવિષ્યમાં અનેક પ્રકારના સુખ આવી પડે છે. અને જે લોકોના જીવનમાં અત્યારે સુખ હોય તેવા લોકોને ભવિષ્યમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. કેમકે સુખ અને દુખ એ એક જ સિક્કાની બંને બાજુ જેવી છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એક વ્યક્તિ વિશે કે જેણે પહેલાના સમયમાં અનેક પ્રકારની યાતનાઓ વેઠી હતી અને અનેક પ્રકારના દુઃખ જોયા હતા પરંતુ આજે તે એટલો ખુશ છે અને સુખી છે કે તેને પોતાના આગાઉના બેઠેલા જીવનને ભૂલી જવાની ફરજ પડી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક છોકરા વિશે કે જે આજથી પહેલા એટલો ગરીબ હતો કે તે ફૂટપાથ ઉપર રાતવાસો કરતો હતો જ્યારે આજે તે બની ગયો છે કરોડપતિ.

આજે અમે જે છોકરા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે રિતેશ અગ્રવાલ. રિતેશ અગ્રવાલ પહેલાં એક ભાડાના મકાનમાં રહેતો હતો અને તે ખૂબ જ ગરીબ ઘરનો છોકરો હતો. પોતાના ઘરની ગરીબીને દૂર કરવા માટે તે ભણવા માટે શહેર આવ્યો હતો. પરંતુ ત્યાં ભણવાના પૂરતા પૈસા ન હોવાના કારણે તે ખૂબ ગરીબી વેઠીને પણ પોતાના માતા પિતાને ખુશ કરવા માટે ભણવા જતો હતો.

રિતેશ અગ્રવાલ ને ભણવું તો હતું પરંતુ તેની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા ન હતા અને આટલા માટે જ રિતેશ અગ્રવાલ એ પોતાની આઇઆઇટીની તૈયારી છોડીને એક નાનો એવો બિઝનેસ શરૂ કરી દીધો. રિતેશ અગ્રવાલ એ પહેલાં તો ઘણા બધા ઇન્ટરવ્યુ આપ્યા પરંતુ તેને કોઈ પણ જાતના ઇન્ટરવ્યૂ ની અંદર સફળતા ન મળી અને તેથી જ રિતેશ અગ્રવાલ એ સીમકાર્ડ વેચવાનું શરૂ કરી દીધું.

આ સીમકાર્ડ વેચતી વખતે એક સમય એવો પણ આવ્યો કે રિતેશ અગ્રવાલ ને ઘણી વખત સીડીઓ પર સૂઇ જવું પડતું હતું. પરંતુ રિતેશ અગ્રવાલ એ પોતાના જીવનની અંદર ક્યારેય હાર ન માની અને પોતાનો આ ધંધો આગળ ને આગળ વધતો ગયો અને કાયમી માટે તેની અંદર વધુ અને વધુ મહેનત કરતો ગયો.

પોતાની અથાક મહેનત બાદ તેણે એક વેબસાઈટ શરૂ કરી અને ત્યાં તેણે સસ્તા અને મોંઘા હોટેલ્સ ની વચ્ચે આપવામાં આવતી સુવિધાઓ અને આપવામાં આવતી સગવડતાઓ વચ્ચેનો ફરક બતાવતી એક વેબસાઈટ શરૂ કરી. અને તે વિવિધ પ્રકારની હોટલો ની જાણકારી આ વેબસાઈટ માં ધીમે ધીમે અપડેટ કરતો રહ્યો રિતેશ અગ્રવાલ એ પોતાની આ વેબસાઈટનું નામ એરાવલ રાખ્યું હતું.

પરંતુ આવા અટપટા નામના કારણે લોકો તેની આ વેબસાઈટ ને સમજી શકતા ન હતા અને આખું વર્ષ 2013 ની અંદર તેણે પોતાના વેબસાઈટનું નામ બદલાવી અને oyo rooms રાખી દીધું હતું. જે આજકાલની સૌથી મશહૂર વેબસાઈટ માની એક છે. રિતેશ અગ્રવાલ અને ખૂબ નાની ઉંમરમાં આવડો મોટો બિઝનેસ શરૂ કરી દીધો જેના વિશે તેણે સપનામાં પણ વિચાર કર્યો ન હતો.

આજે તેની આ વેબસાઈટ સમગ્ર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત છે અને આ વેબસાઈટના કારણે રિતેશ અગ્રવાલ આજે જ 600 કરોડ રૂપિયાનો માલિક છે અને આજે રિતેશ અગ્રવાલ ની આ વેબસાઇટ પર વિશ્વની મોટાભાગની હોટલો વિશે જાણકારી આપવામાં આવે છે અને રિતેશ અગ્રવાલ નો આ બિઝનેસ આજે પણ સતત ને સતત આગળ વધી રહ્યો છે.

અગાઉ ખૂબ ખરાબ દિવસો જોયેલો આ રિતેશ અગ્રવાલ પોતાની લગન મહેનત અને પોતાની બુદ્ધિના કારણે આજે કરોડો રૂપિયાનો માલિક બની ગયો છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: