જાણી લો બજારમાં મળતા તૈયાર ટમેટો સોસ જેવો સોસ બનાવવાની રીત


જાણી લો બજારમાં મળતા તૈયાર ટમેટો સોસ જેવો સોસ બનાવવાની રીત

સોસ

લગભગદરેકબાળકોનેપ્રિયવસ્તુહોયછેઅનેતેમાંપણજોટોમેટોસોસનીવાતકરવામાંઆવેતોલોકોપોતાનાકોઈપણપ્રકારનાનાસ્તામાંઆટોમેટોસોસનોઉપયોગકરતાહોયછે.મોટાભાગનાલોકોબજારમાંમળતાંટોમેટોસોસનોઉપયોગકરતાંહોયછે.પરંતુઆજેઅમેઆપનેબતાવવાજઈરહ્યાછીએકઈરીતેતમેપણબનાવીશકોછોઘરેજઆબજારમાંમળતાંસોસજેવોજસોસ.

સામગ્રી

 • બે કિલો ટમેટા
 •  સો ગ્રામ ઝીણી સમારેલ ડુંગળી
 •  200 ગ્રામ ખાંડ
 •  સો ગ્રામ આદુ
 •  સ્વાદ અનુસાર મીઠું
 •  10 ગ્રામ સુકુ લસણ
 •  બે ચમચી વિનેગર
 •  અડધી ચમચી ખાવાનો સોડા
 •  તજ
 •  લવિંગ
 •  એલચી
 •  લાલ મરચું પાવડર
 •  મરી અને
 •  જીરું

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ બધા ટમેટાને બરાબર ધોઈ લો. અને ત્યાર બાદ તેના ચાર કટકા કરી તપેલી ની અંદર તેને બાફવા માટે મૂકી દો.
 2. જ્યારે ટમેટા બરાબર બફાઈ જાય ત્યાર બાદ તેને બહાર કાઢી લોઅને તેને બરાબર ઠંડા થવા દો. અને જ્યારે તે ઠંડા થઈ જાય ત્યાર બાદ તેને બરાબર ચોળી અને છૂંદો કરી લો.
 3. હવે એક સુતરાઉ કપડા ની અંદર ડુંગળી, લસણ, આદુ તથા અન્ય મસાલા નાખી અને તેની પોટલી બનાવો.
 4. ત્યારબાદ તજ, લવિંગ, એલચી, મરી, જીરૂ, ખાંડ અને અન્ય મસાલા બરાબર મસળી અને તેનો એકદમ ગરમ મસાલો બનાવી લો. અને તેને પણ એક કપડા ની અંદર બાંધી લઈ અને આ પોટલીને ટમેટાના રસમાં ડૂબાડવા માટે રાખી દો.
 5. ત્યારબાદ તેની અંદર આ બધા મસાલા રાખી અને તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો અને જ્યારે રસ ત્રીજા ભાગનો રહે ત્યાં સુધી તેને બરાબર ગરમ થવા દો.
 6. જ્યારે આરસ બરાબર ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યાર બાદ તેમાં વિનેગર અને ખાવાનો સોડા ઉમેરી બરાબર હલાવી લો.
 7. હવે તેમાંથી આપણે ડુબાડેલી આ પોટલીઓ બહાર કાઢી લો. અને ત્યારબાદ આ રસને બરાબર હલાવીને એર ટાઈટ બોટલ ની અંદર ભરી લો.
 8. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ટોમેટો સોસ.


Post Views:
13Source link

Like it.? Share it: