જાણી લો કેન્સરથી બચાવતી બ્રોકલી ની ખીર ની રેસીપી


જાણી લો કેન્સરથી બચાવતી બ્રોકલી ની ખીર ની રેસીપી

બ્રોકલીને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યું છે. કેમકે તેની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ્સ આર્યન વિટામિન અને મિનરલ્સ હોય છે. જે શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે બ્રોકલી ની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર થયેલા કેન્સરના રોગ સામે લડવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બ્રોકલી માંથી બનતી ખીર કે જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સામગ્રી

  • એક બ્રોકલી
  • પાંચ કપ દૂધ
  • અડધો કપ સાબુદાણા
  •  અડધો કપ નારિયેળ નો ભૂકો
  •  અડધો કપ માવા નો ભૂકો
  •  બેથી ત્રણ એલચીનો પાવડર
  •  અડધો કપ ખાંડ
  • ગાર્નીશિંગ માટે ડ્રાય ફ્રુટ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ ની અંદર થોડું પાણી લઈ અંદાજે બેથી ત્રણ મિનિટ સુધી તેની અંદર બ્રોકલી ઉમેરી અને બરાબર ઉકળવા દો. જેથી કરીને તેની અંદર કોઈપણ જાતના બેક્ટેરિયા હશે તો તે દૂર થઈ જશે. હવે બ્રોકલીનો નેચરલ રંગ જાળવી રાખવા માટે તેને ગરમ પાણી માંથી કાઢી લઇ તરત જ ઠંડા પાણીમાં રાખી દો.

હવે આ બ્રોકલીને મિક્સર ની મદદથી એકદમ બારીક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક વાસણની અંદર દૂધ ગરમ કરવા માટે મૂકો. અને તેની અંદર અગાઉથી પલાળેલા સાબુદાણા ઉમેરી 10 થી 15 મિનીટ સુધી પાકવા દો.

હવે આ મિશ્રણ ની અંદર અગાઉથી બારીક પેસ્ટ કરેલી બ્રોકલી અને માવો તથા નારીયેળ નો છુંદો ઉમેરી બરાબર હલાવી લો. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર ખાંડ પણ ઉમેરી દો. અને અંદાજે આ મિશ્રણને પાંચ મિનિટ સુધી ગેસ પર પાકવા દો.

જ્યારે ખીર બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી એલચીનો પાઉડર ઉમેરી દો. અને ઉપરથી ડ્રાયફ્રુટ ગાર્નિશીંગ પણ કરી લો. બસ તૈયાર છે, એકદમ સ્વાદિષ્ટ બ્રોકલી ની ખીર.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: