જાણી લો એકદમ સ્વાદિષ્ટ પંજાબી વેજીટેબલ સૂપ  બનાવવાની રેસીપી


જાણી લો એકદમ સ્વાદિષ્ટ પંજાબી વેજીટેબલ સૂપ  બનાવવાની રેસીપી

ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે, અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે જો સરદી ની અંદર ગરમાગરમ સૂપ પીવામાં આવે તો તમારી શરદી દૂર થઈ જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારી સદી બગાડનારો એકદમ સ્વાદિષ્ટ પંજાબી વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી.

સામગ્રી

 • ૨૦૦ ગ્રામ ફ્લાવર
 • ૧ વાટકો દૂધ
 • સો ગ્રામ કોબીજ
 • તળેલા બ્રેડના ટુકડા
 • તજનો પાઉડર
 • મરીનો પાઉડર
 • એક બટેટુ
 • ઝીણી સમારેલી ડુંગળી
 • જરૂર મુજબનું માખણ
 • મેંદો
 • સ્વાદ અનુસાર મીઠું અને
 • ક્રીમ

બનાવવાની રીત

 1.  સૌ પ્રથમ એક વાસણ ની અંદર ફ્લાવર કોમ્બી ડુંગળી અને બટેટાને બાફી લઇ અને તેનું પાણી ગાળી લો.
 2.  ત્યારબાદ એક વાસણની અંદર માખણ ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર મેંદાના લોટને આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી તેને બરાબર શેકી લો.
 3.  હવે તેમાં ઉપરથી એક વાટકી જેટલું દૂધ ઉમેરો અને તેને બરાબર ગરમ થવા દો.
 4.  ત્યારબાદ તેમાં ઉપરથી અગાઉથી બાફેલા શાક નું પાણી ઉમેરી દો અને સ્વાદ અનુસાર તીખા ની ભૂકી તજનો પાઉડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
 5.  ત્યારબાદ આ મિશ્રણને પાંચ મિનિટ સુધી બરાબર ઉકળવા દો અને જ્યારે બરાબર મિશ્ર કરી જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો.
 6.  હવે પીરસતી વખતે તેની અંદર અગાઉથી તળેલા બ્રેડના ટુકડા ઉમેરી દો અને થોડું ક્રીમ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
37Source link

Like it.? Share it: