જાણી લો એકદમ સ્વાદિષ્ટ કોથમીર કલી બનાવવાની રેસીપી…


જાણી લો એકદમ સ્વાદિષ્ટ કોથમીર કલી બનાવવાની રેસીપી…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટેભાગે આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. કેમકે જ્યારે તમે કોઇપણ જગ્યાએ નાસ્તો કરવા જશો અથવા તો કોઈ પણ લગ્નની અંદર જશો તો તમને વારંવાર આ રેસિપી જોવા મળશે. ઘણી જગ્યાએ આ રેસીપીને કોથમીર ના વડા પણ કહેવામાં આવે છે. અને ઘણી જગ્યાએ તેને કોથમીર કલી નું નામ પણ આપવામાં આવે છે. અને તે સ્વાદમાં કંઈક એવા હોય છે કે નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તો ચાલો જાણીએ આ કોથમીર કલી બનાવવાની રેસીપી.

સામગ્રી

  • ૧ કપ ઝીણી સમારેલી ધાણા ભાજી
  •  એક વાત તો ચણાનો લોટ
  •  એક ચમચી લાલ મરચું પાઉડર
  •  એક ચમચી ધાણાજીરું પાઉડર
  •  અડધી ચમચી આદુ મરચાની પેસ્ટ
  •  1 મોટો ચમચો દહીં
  •  સ્વાદ અનુસાર મીઠું
  •  તળવા માટે તેલ

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક બાઉલ ની અંદર ચણાનો લોટ લઈ તેની અંદર લાલ મરચું પાવડર, ધાણાજીરું, સમારેલી ધાણાભાજી, આદુ મરચાની પેસ્ટ, દહીં અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
  2. ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી તેનો એકદમ કડક લોટ બાંધી લો.
  3. હવે તેના એકદમ લાંબા રોલ બનાવી તેને કુકર ની અંદર દસથી બાર મિનિટ સુધી બાફવા માટે મૂકી દો.
  4. ત્યારબાદ રોલ તેમાંથી કાઢી લઇ જ્યારે આ રોલ ઠંડા થઈ જાય ત્યારબાદ તેને સ્લાઈસની અંતર કાપી લો.
  5. હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા મૂકવું અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ આ રોલની સ્લાઈસને તેમાં તળવા માટે મૂકી દો.
  6. જ્યારે આ રોલ એકદમ બ્રાઉન રંગના થઈ જાય ત્યારબાદ તેને તેલ માંથી બહાર કાઢેલો અને સોસ સાથે ગરમાગરમ પીરસો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
43



Source link

Like it.? Share it: