જાણી લો એકદમ તીખી તમતમતી બુંદી બનાવવાની રેસીપી



જાણી લો એકદમ તીખી તમતમતી બુંદી બનાવવાની રેસીપી

દરેક લોકોને નાસ્તામાં ફરસાણ ખાવું ખૂબ ગમતું હોય છે. મોટાભાગના લોકોને જાતજાતના તીખા-તમતમતા અને ચટપટા ફરસાણ ખાવાની ખૂબ મજા આવે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે પણ બનાવી શકો છો નાસ્તા માટે એકદમ સ્વાદિષ્ટ તીખી તમતમતી બુંદી. તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

  • 250 ગ્રામ ચણાનો લોટ
  • અડધી ચમચી હળદર
  • ઝીણા સમારેલા લીલા મરચા
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • બે ચમચી લીંબુનો રસ
  • તળવા માટે તેલ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચણાનો લોટ લઈ તેની અંદર ગરમ પાણી ઉમેરો.
  2. ત્યારબાદ તેની અંદર એકદમ ગરમ કરી તેલનું મોણ ઉમેરો. ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર ખીરું તૈયાર કરો.
  3. ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર ગરમ આવી જાય ત્યારબાદ એક ઝારાની મદદથી અગાઉથી બનાવેલા ખીરામાંથી બુંદી પાડો.
  4. જ્યારે બુંદી બરાબર પાકી જાય ત્યારબાદ તેને તેલ માંથી બહાર કાઢી લો અને તમે પણ મજા માણો એકદમ તીખી તમતમતી બુંદીને.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
6



Source link

Like it.? Share it: