જાણીલો  મોમાં પાણી લાવતી ડ્રાય કચોરી બનાવવાની રેસીપી..


જાણીલો  મોમાં પાણી લાવતી ડ્રાય કચોરી બનાવવાની રેસીપી..

આપણે ત્યાં વિવિધ જાતના નાસ્તાઓ બનાવવામાં આવે છે અને તેમાંની જ એક છે કચોરી. કચોરી નું નામ પડતાં જ નાના બાળકોથી માંડીને મોટા મોટા વૃદ્ધોના મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં બે જાતની કચોરી બનતી હોય છે. જેમાંથી એક તરત જ ખાઈ શકાય તેવી હોય છે અને બીજી ડ્રાય કચોરી  કે જેને તમે એક મહિનો સુધી ખાઈ શકો છો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવશો આ ડ્રાય કચોરી.

સામગ્રી

  • 2 કપ મેંદો
  •  એક ચમચો તેલ
  • અડધો કપ પાપડી ગાંઠિયા
  •  બે ચમચી ખજૂર આમલીની ચટણી
  • અડધી ચમચી હળદર
  •  એક ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી ગરમ મસાલો પાઉડર
  •  અડધી ચમચી તીખા ની ભૂકી
  •  અડધી ચમચી આમચૂર પાવડર
  • ૧ ચમચી તેલ
  • ૧ ચમચી ધાણા
  •  એક ચમચી વરિયાળી
  •  અડધી ચમચી ખસખસ
  • અડધો કપ કાજુ
  • દસથી બાર કિસમિસ
  • 2 ચમચા બદામ
  • ૨ ચમચી ખાંડ નો પાઉડર
  •  જરૂર મુજબનું તેલ

બનાવવાની રીત

  1. સૌપ્રથમ ગાંઠીયા ને એકદમ બારીક ભૂકો કરી લો.
  2. ત્યારબાદ એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા મુકો. અને તેની અંદર આ ગાંઠીયા બધા જ ડ્રાયફ્રુટ તથા બીજા મસાલા ઉમેરી બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી પાકવા દો.
  3. ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરી તેને બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી પાકવા દો.
  4. હવે ગેસ બંધ કરી દઈ અંદાજે ૪ થી ૫ મિનિટ સુધી આ મસાલાને ઠંડુ થવા દો.
  5. એક વાસણની અંદર મેંદો નમક અને જરૂર મુજબનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધો.
  6. હવે આ લોટમાંથી નાનો લૂઓ લઈ તેને ગોળાકાર ની વાણી તેની વચ્ચે આપણે બનાવેલો મસાલો ભરી કચોરી જેવો આકાર બનાવી લો.
  7. ત્યારબાદ એક વાસણની અંદર તેલ ગરમ કરવા મુકો અને જ્યારે તેલ બરાબર આવી જાય ત્યારબાદ ધીમી આંચ પર આ કચોરીને તળી લો.
  8. હવે તૈયાર થઈ ગયેલી આ કચોરીને એક ટિસ્યુ પેપરમાં કાઢી લો જેથી કરીને તેના ઉપર રહેલું તેલ શોષાઈ જાય અને કચોરી લાંબો સમય સુધી બગડે નહીં.
  9. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ડ્રાય કચોરી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
22



Source link

Like it.? Share it: