જન્માષ્ટમી ના તહેવારમાં હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠીયા


જન્માષ્ટમી ના તહેવારમાં હવે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠીયા

જન્માષ્ટમીનો તહેવાર આવતા જ લોકો ઘરે ઘરે જાતજાતના ફરસાણ અને મીઠાઇઓ બનાવતા હોય છે. આ ઉપરાંત લોકો બહારથી વિવિધ જાતના ગાંઠિયા અને ફરસાણ લાવતા હોય છે, અને તેમાં પણ જો ભાવનગરી ગાંઠીયા ની વાત કરવામાં આવે તો તે દરેક લોકોને ભાવતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો એકદમ સ્વાદિષ્ટ ભાવનગરી ગાંઠિયા જેવા જ ગાઠીયા તો ચાલો જાણીએ તેની રેસિપી.

 સામગ્રી

 •  250 ગ્રામ ચણાનો લોટ
 • 1 ચમચી અજમો
 • અડધી ચમચી ખાવાનો સોડા
 • તળવા માટે તેલ
 • જરૂર મુજબનું પાણી
 • સ્વાદ અનુસાર મીઠું
 • અડધી ચમચી હિંગ

 બનાવવાની રીત

 1.  સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચણાનો લોટ લઈ તેની અંદર અજમા નાખી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર હલાવી લો.
 2.  ત્યારબાદ તેની અંદર ખાવાનો સોડા અને જરૂર મુજબ નું મોણ માટેનું તેલ ઉમેરી ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને એકદમ કડક લોટ બાંધી લો.
 3. ત્યાર બાદ અંદાજે ૧૫ થી ૨૦ મિનિટ સુધી આ લોટને રાખી મૂકો જેથી કરીને લોટ એકદમ નરમ થઈ જાય અને ત્યારબાદ એક કડાઈ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો.
 4. જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ભાવનગરી ગાંઠીયા ના ઝારા વડે આ લોટને ઉપરથી ઘસી અને તેના ગાંઠિયા પાડી લો આ ગાઠીયા પાડવા માટે તમે સંચાનો ઉપયોગ પણ કરી શકો છો.
 5. ત્યારબાદ આ ગાંઠિયા એકદમ કડક થઇ જાય ત્યાં સુધી તેને ફૂલ ગેસ પર પાકવા દો અને ત્યારબાદ તેને તેલમાં થી બહાર કાઢી લો.
 6. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને બજારમાં મળતા ભાવનગરી ગાંઠિયા જેવા જ ગાંઠીયા અને એ પણ તમારા ઘરે

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
13Source link

Like it.? Share it: