છાતીમાં થતી બળતરા ને ન કરો નજર અંદાજ કેમકે એ છે આ પાંચ બીમારીઓ ના લક્ષણો


છાતીમાં થતી બળતરા ને ન કરો નજર અંદાજ કેમકે એ છે આ પાંચ બીમારીઓ ના લક્ષણો

આજના સમયમાં પોતાની બદલાતી જતી ખાણીપીણીના કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, અને જો તેમાં સૌથી સર્વ સામાન્ય સમસ્યા ની વાત કરવામાં આવે તો તે છે છાતીમાં થતી બળતરા, અને એસીડીટી. આજકાલના સમયમાં મોટાભાગના લોકો તળેલું, તીખું, તમતમતું અને મસાલેદાર ખાવાનું પસંદ કરતા હોય છે. જે આગળ જતા તમારા છાતીની અંદર બળતરા ઉત્પન્ન કરી શકે છે, અને તમને એસીડીટી ઉત્પન્ન કરી શકતી હોય છે.

પરંતુ આ એસિડિટીને દૂર કરવા માટે લોકો જાતજાતની દવાઓ ખાતા હોય છે. જેથી કરીને તેની આ એસીડીટી થોડો સમય માટે શાંત રહી જાય છે. પરંતુ જ્યારે તે ફરીથી આવી વસ્તુઓ ખાતા હોય છે, ત્યારે ફરીથી તેને આ પ્રકારની એસિડિટી થતી હોય છે. પરંતુ લાંબો ગાળો સુધી જો આ પ્રકારની છાતીની અંદર બળતરા થતી હોય તો તે કોઈ સામાન્ય વાત નથી. પરંતુ તે આવનારી અમુક ગંભીર બીમારીઓ ની ચેતવણી છે.

 

કેમકે જો સતત લાંબો સમય સુધી છાતીની અંદર આ રીતે બળતરા થયા કરતી હોય તો તે અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થવાની સંકેતો આપતી હોય છે. કેમ કે મોટેભાગે છાતીમાં થતી બળતરા અમુક ખાસ કારણોને લીધે થતી હોય છે. અને જો એ કારણો ની વાત કરવામાં આવે તો મોટાપો વધુ પડતી સિગરેટ પીવી વધુ પડતો દારૂ પીવો વધારે પડતું તળેલું અને તીખું ખાઉં મસાલેદાર ભોજનનું સેવન કરવું ખાધા પછી પાણી પીવું ખાઇ લીધા બાદ તરત સૂઈ જવું. શરીરની અંદર પાણીની ઉણપ હોવી અને ખાવાનું યોગ્ય રીતે ચાવીને ન ખાવું, જેવી ખામીઓના કારણે તમને છાતીમાં થતી બળતરાની સમસ્યા સર્જાતી હોય છે.

પરંતુ જો તમને પણ આ પ્રકારની છાતીમાં થતી બળતરાની સમસ્યા હોય તો તેને નજર અંદાજ કરવાની જરૂર નથી. અને તેના માટે તમારે કોઇ ઠોસ ઉપાય કરવાની જરૂર છે કેમ કે છાતીમાં થતી આ વડત્રા અમુક ગંભીર બીમારીઓને નોતરી શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એવી બીમારીઓ કે જે છાતીમાં થતી બળતરા ના કારણે થઈ શકે છે.

 

એનેમિયા

જો કોઈપણ વ્યક્તિ ને લાંબો સમય સુધી એસીડીટીની સમસ્યા હોય તો તેના શરીરની અંદર જરૂરી પોષક તત્વો વિટામિન્સ અને મિનરલ્સની કમી સર્જાતી હોય છે. અને જેને કારણે તેના શરીરની અંદર આયર્નનું સ્તર ઘટી જાય છે આથી લોકોને એનેમિયા ની સમસ્યા સર્જાતી હોય છે.

 

પેટ નું કેન્સર

જો તમને ત્રણ અઠવાડિયાથી વધુ સમય માટે એસિડિટીની સમસ્યા હોય તો તમારે તરત જ કોઈ પણ સારા એવા ડોક્ટરને બતાવવાની જરૂર છે. કેમકે લાંબો સમય સુધી તમારા પેટની અંદર થતી બળતરા તમારા પેટની અંદર અપચા અને વજન ઓછું થવાના કારણે થતી હોય છે. અને જે તમને ભવિષ્યમાં પેટ ના કેન્સર જેવી બીમારીઓને નોતરી શકે છે.

 

અસ્થમા

જે લોકોને અસ્થમા ની દવા ની સેવન કરતા હોય તેવા લોકોને આ દવાના કારણે તમારા છાતીની અંદર બળતરા થતી હોય છે. આથી જ પહેલેથી જ સમાન હોય તેવા લોકોને એસીડીટીની સમસ્યા સર્જાતી હોય છે.

 

હાડકા ની કમજોરી

જ્યારે તમે એસિડિટીને દૂર કરવાની ગોળીઓ ખાતાઓ છે ત્યારે તે ગોળીઓની સાઇડ ઇફેક્ટ ના કારણે તમારા હાડકા ધીમે ધીમે કમજોર થતાં જાય છે. અને તેના કારણે તમારા હાડકા ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે.

 

નિમોનિયા

જો તમને વધુ લાંબો સમય સુધી એસિડિટીની સમસ્યા સર્જાતી હોય તો તે નિમોનિયા નેની નોતરી શકે છે. કેમકે એસિડિટીને દૂર કરવાની જે દવાઓ ખાવામાં આવે છે તેના કારણે તમને નિમોનિયા ની સમસ્યા પણ સર્જાઇ શકે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
31Source link

Like it.? Share it: