ચોમાસાની ઋતુમાં મગદાળ ની ખીચડી ખાવાના કારણે થાય છે આ ફાયદાઓ જાણીને તમે પણ ખાતા થઈ જશો ખીચડી


ચોમાસાની ઋતુમાં મગદાળ ની ખીચડી ખાવાના કારણે થાય છે આ ફાયદાઓ જાણીને તમે પણ ખાતા થઈ જશો ખીચડી

ભારત દેશની અંદર લગભગ દરેક જગ્યાએ ખીચડી બનતી હોય છે. કેમકે દરેક રાજ્યની અંદર ખીચડી ને સર્વ શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. આ ઉપરાંત આયુર્વેદ શાસ્ત્ર અનુસાર વાત કરવામાં આવે તો તમારા પેટની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે પણ ખીચડીને સર્વોત્તમ માનવામાં આવી છે. આ ઉપરાંત રાત્રીના ભોજનમાં મોટાભાગના લોકો ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે. કેમકે ખીચડી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, અને પચવામાં તેટલી જ હળવી હોય છે, અને આથી જ લોકો રાત્રીના ભોજનમાં ખીચડી ખાતા હોય છે.

પહેલાના સમયમાં મોટાભાગના લોકોના રાત્રીના ભોજનની અંદર ખિચડી નો સમાવેશ થતો હતો અને તેની પાછળનું કારણ છે આ ખીચડી ના અમુક આયુર્વેદિક ફાયદાઓ. આજના લોકો રાત્રીના ભોજનમાં ખૂબ વધારે ભારે ખોરાક ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જો રાત્રીના ભોજનની અંદર તમે પણ ખીચડી ખાવાનું શરૂ કરી દેશો તો તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર લઈ શકો છો. કેમ કે ખીચડી ખાવાના કારણે તેની અંદર રહેલા તત્વો તમારા શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

ચોમાસાની સિઝનમાં રાત્રિના સમયે ખીચડીનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર અમુક એવા તત્વો હોય છે, જેથી કરીને ચોમાસાની ઋતુમાં થતા ચેપી રોગોથી તમે બચી શકો છો. રાત્રિના સમયે ખીચડીનું સેવન કરવાના કારણે તમને વાત, પિત્ત, કફ જેવી અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે, અને આથી તમારું શરીર કાયમી માટે સ્વસ્થ રહી શકે છે. અને તમને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ મળે છે.

આપણે ત્યાં વિવિધ પ્રકારની ખીચડો બનાવવામાં આવે છે. પરંતુ તેમાં સર્વ સામાન્ય કોઈ ખીચડી હોય તો તે છે મગ દાળ ની ખીચડી. આપણે ત્યાં ચોખા અને મગદાળ ને ભેળવીને જે ખીચડી બનાવવામાં આવે છે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, અને આ ખીચડીનો નો સ્વાદ વધારવા માટે તમે આ ખીચડી ની અંદર બીજી અમુક વસ્તુઓ પણ ઉમેરી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ મગ દાળ ની ખીચડી ખાવાના કારણે તમારા શરીરને કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

મગ દાળ ની ખીચડી ખાવાના કારણે તેની અંદર રહેલું ભરપુર પ્રોટીન તમારા શરીરને મળે છે અને આથી જ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે અને તમારું શરીર પણ અનેક પ્રકારની બીમારીઓ સામે લડવા માટે સક્ષમ બની જાય છે.

ખીચડી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે પચવામાં તેટલી જ હળવી હોય છે. અને આથી જ રાત્રિના સમયે ખીચડીનું સેવન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અને તમારે તેને આસાનીથી પચાવી પણ શકો છો.

ખીચડી ની અંદર ઉમેરવામાં આવેલી હળદર તમારા શરીરની અંદર એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. આ ઉપરાંત તે અંદર રહેલા બેક્ટેરિયાઓને પણ નાબૂદ કરે છે.

જો ખીચડી ને દહીં સાથે ભેળવીને ખાવામાં આવે તો તે તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ ઉપરાંત અમારા શરીરની અંદર જમા થયેલો વધારાનો કચરો દૂર કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે.

ખીચડી નુ સેવન કરવાના કારણે તેની અંદર રહેલા ફાઈબર, વિટામિન્સ અને કેલ્શિયમ તમને મળે છે. જેને કારણે તમારા શરીરની અંદર રહેલા સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે, અને તમારા હાડકા પણ એકદમ મજબૂત બને છે.

ખીચડી ની અંદર અમુક એવા તત્વો હોય છે જે તમને પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત અપાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે.

 

આમ જો ચોમાસાની ઋતુમાં મગદાળ માંથી બનેલી આ ખીચડીનું જો દરરોજ સાંજે સેવન કરવામાં આવે તો તમને અનેક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી લાભ થઈ શકે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
105Source link

Like it.? Share it: