ચોમાસાની ઋતુમાં આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ માલપુવા


ચોમાસાની ઋતુમાં આ રીતે બનાવો એકદમ સ્વાદિષ્ટ માલપુવા

ચોમાસાની ઋતુમાં અનેક જાતના વાર તહેવારો આવતા હોય છે અને પર્વો આવતા હોય છે, અને આ પર્વની અંદર આપણે લોકો કંઈક ને કંઈક નવી અવનવી મીઠાઈઓ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચોમાસાની ઋતુમાં ખાવામાં આવતા ગરમાગરમ અને ખૂબ જ સ્વાદિષ્ટ માલપૂવા બનાવવાની રેસીપી.

સામગ્રી

  • 1 કપ મેંદો
  • અડધો કપ મિલ્ક પાવડર
  • બે ચમચી રવો
  • ૧ કપ દૂધ
  • 1 કપ ખાંડ
  • અડધો કપ પાણી
  • અડધી ચમચી એલચી પાવડર
  •  તળવા માટે તેલ
  • ગાર્નિશીંગ માટે ડ્રાયફ્રુટ

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર મેંદો, મિલ્ક પાવડર અને રવો ઉમેરી તેની અંદર થોડું દૂધ ઉમેરો અને તેને બરાબર મિક્ષ કરી તેનો એકદમ કડક લોટ તૈયાર કરો. અને ત્યારબાદ તેને એક કપડાં ની અંદર લપેટી લઈ અંદાજે અડધી કલાક સુધી રહેવા દો. જેથી કરીને તમારો લોટ એકદમ સોફ્ટ બની જાય.
  2. ત્યારબાદ એક વાસણ ની અંદર એક કપ જેટલી ખાંડ ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરી અંદાજે પાંચ મિનિટ સુધી ઉકાળો અને જ્યાં સુધી ખાંડ બરાબર ઓગળી અને ચાસણી તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તેને બરાબર હલાવતા રહો અને જ્યારે ચાસણી બરાબર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સાઈડમાં રાખી દો
  3. હવે એક કડાઈ ની અંદર જરૂર મુજબનું તેલ ગરમ કરવા માટે મૂકો અને અગાઉથી બાંધેલા લોટમાંથી એક માલપુર વાણી અને તેમાં તરવા માટે રાખી દો અને માલપુર જ્યારે બરાબર પાકી જાય ત્યારે તેને તેલ ની બહાર કાઢી લો અહીં ખાસ ધ્યાન રાખવું કે માલપૂઆને મધ્યમ આંચ પર અંદાજે એક થી દોઢ મિનિટ સુધી જ પાકવા દેવું જેથી કરીને તે બળે નહીં
  4. માલપુર જ્યારે એક્સાઇડ પાકી જાય ત્યારબાદ તેને ઉલટાવી અને બીજી સાઇડ પાકવા દો અને વધારે બન્ને સાઇડથી માલપૂવા બરાબર પાકી જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી લો અને ચાસણીમાં ડુબાડી દો અંદાજે પાંચ મિનિટ સુધી ચાસણીમાં રાખ્યા બાદ તેને બહાર કાઢી લો અને તેના ઉપર ડ્રાયફ્રુટ નું ગાર્નિશિંગ કરો
  5. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ માલપુઆ

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
23



Source link

Like it.? Share it: