ચાંદીના ઘરેણાંને હીરાની જેમ ચમકાવવા જરૂર જાણો આ ઉપયોગી ટીપ્સ.


ચાંદીના ઘરેણાંને હીરાની જેમ ચમકાવવા જરૂર જાણો આ ઉપયોગી ટીપ્સ.

મિત્રો સોનું અને ચાંદી એક એવી ધાતુ છે, જે દરેક ઘરમાં આસાનીથી જોવા મળે છે. ઘરેણાંનો સૌથી વધુ ઉપયોગ આપણા પૂર્વજો કરતા હતા. ભોજન કરવાથી લઈને હાથ ધોવા સુધીની દરેક વસ્તુઓ સોના અથવા ચાંદીની રાખતા. અને તેનો સૌથી વધુ ઉપયોગ મહિલાઓ કરતી. પરંતુ લાંબા સમય સુધી આ સોના અને ચાંદીનો ઉપયોગ કરવાથી તેના પર ધૂળ અને માટી લાગી જાય છે. અને તેની ખુબસુરતી ઓછી થઇ જાય છે.

જયારે પણ આપણે સોના કે ચાંદીના ઘરેણાં સાફ કરવા કોઈ સોની પાસે લઈ જઈએ છીએ, તો આપણે ખુબજ પૈસા આપવા પડે છે. તો આજે અમે જણાવીશું કે સોના અને ચાંદીના ઘરેણાં ઘરેજ કવી રીતે સાફ કરવા. ચાલો જોઈએ તેને સાફ કરવાની વિધિ.

 

સોના અને ચાંદીના ઘરેણાં સાફ કરવામાટે આપણે કેટલીક સામગ્રીની જરૂર રહેશે. જે આ પ્રકારની છે.

  1. ડીટર્જંન્ટ પાવડર
  2. મીઠું
  3. પાણી
  4. ઓસરવા માટે વાસણ
  5. ગેસ

 

સાફ કરવાની રીત:

સૌથી પહેલા એક વાસણ લેવું. અને તેને ગેસ પર રાખવું અને ગરમ કરવું તેમાં કપડા ધોવાનો પાવડર નાખવો અને ત્યાર બાદ તેમાં મીઠું નાખવું. અને ગરમ કરવું. ગરમ થઇ

જાય ત્યાર બાદ તમારા ઘરેણાં આ તૈયાર કરેલા ઘોળ માં નાખવા. અને પછી ઘરેણા તેમાંથી બહાર કાઢી બ્રશ વડે સાફ કરવા. અને સાફ પાણી થી ધોઈ લેવા. આવી રીતે તમે ઘરેણાં ને ઘરેજ સાફ કરી શકો છો.

આવી રીતે ઘરેણાં સાફ કરવાથી સોના અને ચાંદીના ઘરેણાં ચમકી ઉઠશે અને એકદમ નવા જેવા થઇ જશે. તેથી હવે કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વિના તમે ઘરેજ ઘરેણાં સાફ કરી શકો છો અને પહેરી શકો છો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
8Source link

Like it.? Share it: