ઘરમાં રહેલા માકડ મચ્છર કીડીઓ અને વંદાઓ ને દૂર કરી દેશે ડુંગળી અને ફુદીના જેવી આ 4 વસ્તુઓ


ઘરમાં રહેલા માકડ મચ્છર કીડીઓ અને વંદાઓ ને દૂર કરી દેશે ડુંગળી અને ફુદીના જેવી આ 4 વસ્તુઓ

ચોમાસાની ઋતુમાં ઘરની અંદર માકડ મચ્છર કીડીઓ અને વંદાઓ નો ઉપદ્રવ થવો એ સામાન્ય વાત છે. અને ઘરની અંદર જ્યારે આવા પરજીવીઓ ની સંખ્યા વધતી જાય છે. ત્યારે ઘરની અંદર ધીમે-ધીમે જાત જાતની બીમારીઓ ફેલાતી જાય છે, અને આથી જ આપણે તેની આ સમસ્યામાંથી ગમે તેમ કરીને છુટકારો મેળવવા માંગતા હોઈએ છીએ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ જીવ જંતુઓ માંથી છુટકારો મેળવવા માટેના અમુક એવા ઉપાય કે જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

વંદા થી છુટકારો મેળવવાનો ઉપાય

ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં તમને વંદો ન જોવા મળે તો વંદો તમારા રસોડાની અંદર આંટાફેરા કરી અને તમારા રસોઈ ની અંદર જાત જાતની બીમારીઓ ફેલાતો હોય છે, અને આથી જ તેના દ્વારા બચવા માટે સૌપ્રથમ ડુંગળીના નાના કટકા કરી અને તેની અંદર એક ચમચી જેટલો સોડા મિક્સ કરી દો. અને ત્યાર બાદ તે ડુંગળીનાં કટકાને ઘરના ખૂણાઓમાં રાખી દો આમ કરવાથી ઘરની અંદર રહેલા બધા જ વંદા બહાર ભાગી જશે.

 

કરોડિયા થી છૂટકારો મેળવવા

ઘરની દિવાલો ઉપર કે છત ઉપર રહેલા ક્રિયાઓ થી છુટકારો મેળવવા માટે સૌપ્રથમ ૨૦૦ એમએલ પાણીની અંદર પાંચથી દસ ટીપાં પિપરમેન્ટ નું તેલ અને અડધી ચમચી લિક્વિડ ડીટરજન્ટ મિક્ષ કરી દો. અને ત્યારબાદ આ પાણીનો અઠવાડિયામાં એક વખત ઘરના દરેક ખુણામાં છટકાવ કરવા આમ કરવાથી ઘરની અંદર રહેલા બધા જ કરોળિયા દૂર થઈ જશે.

 

કીડીઓ થી છુટકારો મેળવવા માટે

મોટે ભાગે ચોમાસામાં અને ઉનાળાની અંદર ઘરમાં ઠેર-ઠેર કીડીઓ ઉભરાતી હોય છે, અને જ્યારે આ કીડીઓ કોઈપણ વ્યક્તિને કરડી જાય છે. ત્યારે તેને અસહ્ય બળતરા થતી હોય છે પરંતુ આ કીડીઓ થી છુટકારો મેળવવા માટે તમે તજનો ઉપયોગ કરી શકો છો. આ કીડીઓને તજની સુગંધથી ખૂબ જ નફરત હોય છે અને આથી જ જે જગ્યાએ કીડીઓની અવરજવર હોય તે જગ્યાએ જો તજનો પાઉડર ભેળવી દેવામાં આવે તો ત્યાં રહેલી કીડીઓ દૂર થઈ જાય છે.

 

માકડ થી છૂટકારો મેળવવા

રાત્રે સૂતી વખતે જો તમારા બેડમાં અથવા તો તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ માકડ હોય તો તે તમને આરામથી સુવા દેતા નથી. પરંતુ તમારા ઘરની અંદર રહેલા માકડ અને દૂર કરવા માટે જો ફુદીનાનો ઉપયોગ કરવામાં આવે તો તે રામબાણ ઇલાજ સાબિત થાય છે. જો ફુદીનાના રસને પીસી અને ત્યારબાદ તેને તમારા શરીર ઉપર લગાવવામાં આવે અથવા તો ફુદીનાના પાનને તમારા બેડની આસપાસ રાખી દેવામાં આવે તો તમે આમાંથી છુટકારો મેળવી શકો છો.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
36Source link

Like it.? Share it: