ઘરમાં થતાં ઝઘડાઓને દૂર કરવા માટે કરો આ ઉપાય


ઘરમાં થતાં ઝઘડાઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

આજના સમયમાં મોટાભાગના લોકો સિંગલ ફેમિલીમાં રહેવાનું પસંદ કરતા હોય છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે કે જો તે જોઈન્ટ ફેમિલી ની અંદર રહેશે તો તેની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થશે અને પરિવારના લોકો અંદરોઅંદર ઝઘડો કરી બેસશે અને આથી જ લોકો પોતાના ફેમિલીને એકબીજાથી દૂર રાખતા હોય છે.

પરંતુ ઘણા ઘર પરિવારો એવા હોય છે કે જે દાયકાઓથી એકબીજાની સાથે જ રહેતા હોય છે અને એકબીજાની સાથે રહેવાના કારણે ઘર પરિવારના અન્ય લોકોની સાથે તેના કંઈકને કંઈક અણબનાવ બન્યા કરતા હોય છે. આથી જ તેના ઘરની અંદર વારંવાર ઝઘડા થયા કરતા હોય છે. તથા કંકાસ થયા કરતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ જો તમારા ઘરમાં પણ આવા નાના મોટા ઝઘડા થયા કરતા હોય તો અમુક એવા ઉપાય કે જેથી કરીને તમે આવા ઝગડાઓમાંથી કાયમી માટે છુટકારો મેળવી શકશો.

 

પહેલો ઉપાય

જો ઘરની બધી જ મહિલાઓ રોજ સવારે સ્નાન કરી અને ત્રાંબાના વાસણની અંદર જળ ભરી તુલસીને ચઢાવશે અને સાથે સાથે જ આ મંત્રનો પાઠ કરશે તો ઘરની અંદર થતા બધા જ ઝઘડાઓ દૂર થઈ જશે અને ઘરની અંદર કાયમી માટે સુખ શાંતિનો વાસ થશે.

 

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।

 

બીજો ઉપાય

તમારા ઘરની અંદર ફેલાયેલી નેગેટિવિટી ના કારણે પણ તમારા ઘરની અંદર વાદ વિવાદ થયા કરતા હોય છે. પરંતુ જો દરરોજ સૂર્યાસ્તના સમયે તમારા ઘરની અંદર દિવાબતી કરશો અને તમારા બધા જ ઘરની લાઈટો શરૂ કરી દેશો તો ઘરની અંદર રહેલી બધી ઘરની અંદર રહેલી બધી જ નેગેટીવ ઉર્જા બહાર જતી રહેશે. આથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે આ ઉપરાંત દરરોજ સવારમાં શંખ ની અંદર જળ ભરી અને સમગ્ર ઘરની અંદર છટકાવ કરવામાં આવે તો પણ તમારા ઘરની અંદર શાંતિનો વાસ થશે.

 

ત્રીજો ઉપાય

સોમવારના દિવસે ઘરના મંદિરની અંદર એક તાંબાના કળશ માં પાણી ભરી અને ત્યારબાદ તેનું પૂજન કરવું અને તેની અંદર ભરેલું પાણી સમગ્ર ઘરની અંદર છાંટી દો. ત્યારબાદ જો કળશ ની અંદર પાણી વધ્યું હોય તો તેને પીપળાના મૂળ ઉપર ચઢાવી દો. આમ કરવાથી તમારા ઘરની અંદર રહેલા જગડા અને કંકાસ દૂર થઈ જશે તમારા ઘરમાં પણ શાંતિનો વાસ થશે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
23Source link

Like it.? Share it: