ઘરની અંદર રહેલી બ્લુ રંગની ડોલ સાથે જોડાયેલ છે વાસ્તુશાસ્ત્ર જુઓ તમારા બાથરૂમને સાથે જોડાયેલા અમુક વાસ્તુશાસ્ત્ર ટીપ્સ


ઘરની અંદર રહેલી બ્લુ રંગની ડોલ સાથે જોડાયેલ છે વાસ્તુશાસ્ત્ર જુઓ તમારા બાથરૂમને સાથે જોડાયેલા અમુક વાસ્તુશાસ્ત્ર ટીપ્સ

બાથરૂમની અંદર જો બ્લુ રંગની ડોલ અને ડબલુ રાખવામાં આવે તો વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, અને તે તમારા માટે ખૂબ જ લાભકારી પણ હોય છે. બાથરૂમની અંદર બ્લુ રંગની ડોલ અને ડબલુ રાખવાના કારણે તમારા ઘરની અંદર સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે, અને હંમેશા ધ્યાન રાખવું કે બાથરૂમની અંદર ક્યારેય પણ આ ડોલ ખાલી ન રાખવી જોઇએ અને તેની અંદર થોડુંક પાણી ભરેલું રાખવું જોઈએ.

આપણા ઘરનું બાથરૂમ જોવામા ખૂબ સામાન્ય લાગે છે. પરંતુ જો તેને યોગ્ય વસ્તુઓનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના કારણે આપણા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે, અને તેનો પ્રભાવ આપણા જીવન ઉપર પણ પડે છે અને આથી જ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બાથરૂમ ને લગતી અમુક એવી વાસ્તુ ટિપ્સ કે જે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે, અને તે તમારા ઘરની અંદર લાગતાં વાસ્તુદોષને નિવારવામાં મદદરૂપ થશે.

બાથરૂમને ઘરનો સૌથી જરૂરી હિસ્સો માનવામાં આવે છે, અને તેનો પ્રભાવ તમારા ઘરની અંદર થતા ધનલાભ ની અંદર પણ થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો બાથરૂમની અંદર બ્લુ રંગની ઢોલ અને ડબલુ રાખવામાં આવે તો તે ખૂબ જ લાભકારી સાબિત થતી હોય છે. બાથરૂમની અંદર ક્યારેય પણ તેના દરવાજાની સામે અરીસો ન લગાવવો જોઈએ, કેમકે તેને અશુભ માનવામાં આવે છે અને તેનો પ્રભાવ તમારા ઘરની અંદર નકારાત્મક ઊર્જાને લાવે.

જ્યારે પણ તમે તમારા બાથરૂમ નો દરવાજો ખોલો છો, ત્યારે તેની અંદર રહેલી નકારાત્મક ઊર્જાઓ આની સાથે ભટકાઇ અને તમારા ઘરની અંદર પ્રવેશી જાય છે, અને આથી જ ઘરના દરવાજામાં બાથરૂમ ના દરવાજા ની સામે ક્યારેય પણ અરીસો ન રાખવો જોઈએ. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સ્નાન કર્યા બાદ તે બાથરૂમ નો દરવાજો ખુલ્લો રાખી દેતા હોય છે. પરંતુ આ વસ્તુને અશુભ માનવામાં આવે છે અને તેના કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

જો તમારા બેડરૂમની અંદર બાથરૂમ અને ટોયલેટ હોય તો કાયમી માટે તેનો દરવાજો બંધ રાખવો જોઈએ. કેમકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે તો બેડરૂમની અંદર ક્યારે પણ બાથરૂમ અને ટોયલેટ ન હોવું જોઈએ. હમેશાં એ માટે બેડરૂમ અને બાથરૂમ બને એકબીજાથી અલગ હોવા જોઈએ. પરંતુ જો તેનો દરવાજો બંધ રાખવામાં આવે તો તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી.

વાસ્તુશાસ્ત્ર ના દોષ દૂર રહેવા માટે હંમેશા ધ્યાન રાખવું કે તમારા ઘરની અંદર રહેલું બાથરૂમ અથવા તો ટોઇલેટ મંદિર ની દિશામાં ન હોય, હંમેશાને માટે તમારા ઘરની અંદર રહેલું બાથરૂમ ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં હોવું જોઈએ, અને શોચાલય દક્ષિણ-પશ્ચિમ દિશા હોવો જોઈએ. આ ઉપરાંત શોચાલય બનાવતી વખતે તેની અંદર બેઠકની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેને કારણે તમારું મુખ દક્ષિણ દિશામાં હોય અથવા તો પશ્ચિમ દિશામાં હોય.

હમેશા ધ્યાન રાખવું કે સૌચાલય બનાવતી વખતે ક્યારેય પણ તમારા બેઠક વ્યવસ્થા દરમિયાન તમારું મુખ  પૂર્વ દિશામાં ન રહેવું જોઈએ. કેમ કે આમ કરવાથી સૂર્યદેવનો દોષ તમારા ઘરમાં આવે છે અને આથી તમારા ઘરની અંદર વાસ્તુ દોષ લાગે છે. અને તમારા ઘરની અંદર ધનનો અભાવ સર્જાય છે. આ ઉપરાંત જો પૂર્વ દિશામાં મુખ રાખીને સોચ કરવામાં આવે તો ભગવાન સૂર્યનારાયણનું અપમાન થાય છે અને તમારા દરેક કાર્ય ની અંદર રુકાવટ આવતી હોય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
42Source link

Like it.? Share it: