ગુજરાતના આ ગામની અંદર હજી સુધી ચાલે છે રાજાશાહી જાણીને તમે પણ રહી જશો દંગ


ગુજરાતના આ ગામની અંદર હજી સુધી ચાલે છે રાજાશાહી જાણીને તમે પણ રહી જશો દંગ

ભારત દેશને વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ માનવામાં આવે છે પરંતુ ભારત દેશ જ્યારે આઝાદ થયું તે પહેલા ભારત દેશની અંદર વિવિધ જાતના 552 જેટલા રજવાડાઓ મોજુદ હતા. પરંતુ જ્યારે ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતના બધા જ રજવાડાઓને અખંડ ભારતની અંદર વિલીન કરી અને ભારત દેશ ની રચના કરવામાં આવી હતી.

પરંતુ ગુજરાતની અંદર એક એવું ગામ આવેલું છે કે જ્યાં હજી સુધી રાજાશાહી જેવી શાસન ચાલી રહ્યું છે. આ ગામની અંદર કોઈપણ રાજા-મહારાજા કે રજવાડાનું શાસન નથી પરંતુ આ ગામની અંદર શાસન છે ત્યાં રહેતા એક સરકારી શિક્ષકનું. જી હા, મિત્રો આ ગામની અંદર છેલ્લા ૨૦ વર્ષથી એક શિક્ષકપોતાની મનમાની ચલાવી રહ્યું છે.

ગોધરા તાલુકાની અંદર ભીમા ગામ ની અંદર એક શિક્ષક રહે છે. જેણે છેલ્લા ૨૦ વર્ષથી આ ગામની અંદર પોતાની મનમાની ચલાવી છે. હાલમાં કહેવા પૂરતું તો આ ગામની અંદર પંચાયતીરાજ છે પરંતુ પંચાયત ની અંદર તલાટીમંત્રી ની અંદર તથા ઉપર રહેલા બધા જ અધિકારીઓ તેની વાત પૂરેપૂરી માને છે.

આ ગામની અંદર કોઈપણ વ્યક્તિ તેનો વિરોધ કરતો નથી અને કોઈ પણ વ્યક્તિ પંચાયતની અંદર તેની સામે ઊભું રહેતું નથી. આ ગામની અંદર સરપંચ અને ડેપ્યુટી સરપંચ બધા જ તેના જ માણસો છે અને આ માસ્તર કહે છે તે રીતે જ તે કામ કરે છે, અને ઘણા લોકોએ તેનો વિરોધ કરી અને તેની સામે ચૂંટણીમાં પણ ઉભા રહ્યા અને જીતી પણ ગયા.

પરંતુ જ્યારે તે લોકો સત્તા ઉપર આવ્યા કે તરત જ તેણે પોતાની માતા તથા અન્યો ઉપરી અધિકારીઓ દ્વારા તે વ્યક્તિ ઉપર પ્રેશર કરાવ્યું અને તેને તેના ફરજ મુક્ત કરાવ્યા. આમ આ શિક્ષક છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામની અંદર પોતાની મનમાની ચલાવી રહ્યો છે.

આ ગામના લોકોને છેલ્લા ૨૦ વર્ષથી એવું નથી લાગી રહ્યું કે તે લોકશાહી મા જીવી રહ્યા છે. પરંતુ આ લોકો તે શિક્ષક ની રાજાશાહી જીવનની અંદર જ જીવી રહ્યા હોય તેવું લાગે છે. કેમકે, આ વ્યક્તિએ તે ગામની અંદર આવાસ યોજના, સૌચાલય,rcc તથા અનેક પ્રકારની કામગીરી ની અંદર ભરપૂર પ્રચાર કર્યો છે અને સાથે સાથે દરેક કાર્યની અંદર પોતાની મનમાની પણ કરી છે.

આમ આજના લોકશાહી તંત્ર ની અંદર પણ ગુજરાતની અંદર એવું ગામ આવેલું છે કે જ્યાં લોકો આ શિક્ષક ની રાજાશાહી હજી સુધી સહન કરી રહ્યા છે.


Post Views:
5Source link

Like it.? Share it: