ગીનીશ બુક ની અંદર નોંધવામાં આવેલા ૪ અજીબો ગરીબ રેકોર્ડ જેના ઉપર તમને વિશ્વાસ નહીં આવે


ગીનીશ બુક ની અંદર નોંધવામાં આવેલા ૪ અજીબો ગરીબ રેકોર્ડ જેના ઉપર તમને વિશ્વાસ નહીં આવે

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર એવી બાબતો નો રેકોર્ડ રાખવામાં આવે છે, કે જે અત્યાર સુધીમાં ક્યારેય થઈ નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ બુક ની અંદર દર્જ કરવામાં આવેલા એવા ચાર રેકોર્ડ વિશે કે જે સાંભળીને તમને તેના ઉપર વિશ્વાસ નહીં આવે.

 

  1. સૌથી વધુ વજનવાળી કાર ઉપાડવાનો રેકોર્ડ

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર જોન ઇન્વીનેશ ના નામે સૌથી વધુ વજનવાળી કાર ઉપાડવાનો રેકોર્ડ દર્જ કરવામાં આવ્યો છે. ૧૯૯૯ ની અંદર લંડન નાં એક સ્ટુડિયોમાં તેણે ૧૬૦ કિલો વજન ધરાવતી કારને 65 સેકન્ડ સુધી ઉપાડી રાખી હતી. અને આકાર તેણે માથા ઉપર ઉપાડી રાખી હતી જેનો રેકોર્ડ આ બુક ની અંદર દર્જ છે.

 

  1. સૌથી વધુ સાપને પોતાના મોમાં રાખવાનો રેકોર્ડ

જોકે બીબી નામના વ્યક્તિ એ એક અજીબ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2009 ની અંદર તેણે અંદાજે ૧૧ સાપને પોતાના મોમાં 10 સેકન્ડ સુધી રાખ્યા હતા.

 

  1. સૌથી વધુ ગ્લાસ ઉપાડવાનો રેકોર્ડ

જર્મનીના બિયર ફેસ્ટિવલમાં એક વેઇટર ના હાથમાં આઠથી દસ ગ્લાસ હોવા સામાન્ય વાત છે. પરંતુ જર્મનીના એક વેઇટરે પોતાના હાથમાં એક લિટર વાળા 27 ગ્લાસ ઉપાડી ને ૪૦ મીટર સુધી ચાલવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે.

 

  1. મોટા ઉપર સૌથી વધુ ગોકળગાય રાખવાનો રેકોર્ડ

સીન કેલર ના નામે પોતાના મોં ઉપર સૌથી વધુ માત્રામાં ગોકળગાય રાખવાનો એક રેકોર્ડ દર્જ કરવામાં આવ્યો છે. તેણે પોતાના મોં ઉપર 43 ગોકળગાયને 10 સેકન્ડ સુધી રાખી હતી અને આ રેકોર્ડ દર્જ કરતી વખતે તેની ઉંમર માત્ર 11 વર્ષ હતી.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
12Source link

Like it.? Share it: