ગર્ભમાં બાળકનો મહિનાના હિસાબે થતો વિકાસ


ગર્ભમાં બાળકનો મહિનાના હિસાબે થતો વિકાસ

માતાના ગર્ભની અંદર બાળક નો વિકાસ એ ખૂબ જ અલોકિક પ્રક્રિયા છે. પરંતુ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેક મહિલાની પ્રેગ્નન્સી અલગ-અલગ હોય છે અને ડોક્ટરો દ્વારા બતાવવામાં આવેલી તમારી પ્રેગ્નેન્સીની ડેટ પણ બે અઠવાડીયા આગળ પાછળ થઈ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે દર મહિને  તેના અંગોના કેટલો વિકાસ થાય છે.

 

પ્રથમ મહિનો

પ્રથમ મહિનાની અંદર શુક્રાણુઓને અંડકોષનું ફલન થાય છે. ત્યારબાદ તે ધીમે ધીમે એકથી વધુ કોષની અંદર વિભાજિત થાય છે. પહેલા મહિનાની અંદર જ બાળકના મગજ શરીર કરોડરજ્જુ અને ફેફસા બનવાની શરૂઆત થઇ જાય છે.

 

બીજો મહિનો

બીજો મહિનો શિશુ માટે ખૂબ જ ખાસ મહિનો હોય છે કેમકે આ મહિનાની અંદર જ બાળકને નાની નાની આંખો અને કાન નો વિકાસ થાય છે અને આ મહિનાથી શિશુનો વિકાસ શરૂ થાય છે.

 

ત્રીજો મહિનો

ત્રીજા મહિનાની અંદર બાળકનું શરીર બની જાય છે તેના પગ, આંખ, કાન અને નાક નો વિકાસ થવા લાગે છે. ત્રીજા મહિનાની અંદર સમગ્ર શરીરની સાથે તેનું મસ્તક ખૂબ જ મોટું હોય.

 

ચોથો મહિનો

ચોથા મહિનાની અંદર તમારું બાળક તેનો અંગુઠો ચૂસવા લાગે છે, તેના શરીર પર નાના નાના વાળ પણ આવે છે અને તેના ઇન્સાન રૂપ ધીમે ધીમે નિખરતું જાય છે,

 

પાંચમો મહિનો

આ મહિનાની અંદર બાળકનો વિકાસ ખૂબ ધીમો હોય છે, આ મહિનાની અંદર બાળકના પગ અને માથું યોગ્ય આકાર ના બને છે,

 

છઠ્ઠો મહિનો

આ મહિનાની અંદર બાળકનો ચહેરો હવે નવજાત શિશુ જેવો લાગવા માંડે છે, પરંતુ હજી તેના ચહેરા પર વધારાની ચરબી આવવાની બાકી હોય છે,

 

સાતમો મહિનો

આ મહિનાની અંદર બાળકના માથા પર વાળ આવી જાય છે અને તેના શરીર પર ચરબી પણ જમા થવા લાગે છે,

 

આઠમો મહિનો

આ મહિનો ફરીથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમકે આ મહિનાની અંદર બાળકની આંખો ખુલે છે અને તેના આંગળીઓમાં નખ નો વિકાસ પણ થાય છે,

 

નવમો મહિનો

આ મહિને બાળક દુનિયામાં આવવા માટે તૈયાર થઇ જાય છે અને તેનો સમગ્ર વિકાસ થઈ ગયો હોય છે,

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
17Source link

Like it.? Share it: