ગમે એટલી કાળી હોય પ્લાસ્ટિક કે સ્ટીલની ચા ગાળવાની ગરણી, એક મિનીટ માં થઇ જશે સાફ.


ગમે એટલી કાળી હોય પ્લાસ્ટિક કે સ્ટીલની ચા ગાળવાની ગરણી, એક મિનીટ માં થઇ જશે સાફ.

સવાર-સવાર માં દરેક ને ગરમા ગરમ ચા પીવાની આદત હોય છે. પરંતુ ચા ને આપણે દરરોજ જે ગરણી થી ગાળીએ તે ગરણી થોડાક જ દિવસ માં ગંદી થઇ જાય છે. જે દેખાવ માં ખુબ જ ખરાબ લાગે છે. અને આવી ગંદી થઇ ગયેલી ગરણી ને સાફ કરવામાં ખુબ જ સમય બરબાદ થઇ જાય છે અને ખુબ જ મહેનત પણ લગતી હોય છે.

પરંતુ આજે અમે તમને ચા ગાળવાની ગરણી ને સાફ કરવાના કેટલાક એવા આસન ઉપાયો વિશે જણાવીશું જેનાથી તમારો ઘણો સમય બચી જશે અને ઝડપથી ચા ગાળવાની ગરણી સાફ કરી શકશો. આજે અમે ત્રણ એવી રીત જણાવીશું જેનાથી ચા ગાળવાની ગરણી એકદમ નવી જેવી જ થઇ જશે.

૧. ચા ગાળવાની પ્લાસ્ટિક ની ગરણી સાફ કરવા માટે કોઈ પણ નાહવા ના સાબુ ને ગરણી પર લગાવીને ૧૫ મિનીટ માટે રાખી મુકો. અને પછી ટુથ બ્રશ ની મદદ થી ઘસી ઘસી ને સાફ કરો. આવું કરવાની ગરણી એકદમ સાફ થઇ જશે.

૨. હવે ચા ગાળવાની સ્ટીલ ની ગરણી ને સાફ કરવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરો, અને આ ગરણી ને ગરમ કરો અને ત્યાં સુધી ગરમ કરવી જ્યાં સુધી તેના પર જામેલો બધો જ મેલ બળી જાય. પછી ગરણી ને સાફ કરવા માટે જુનું ટુથ બ્રશ લઈને લીક્વીડ ની મદદ થી સાફ કરી લો અને ધોઈ લો આવું કરવાથી થોડીક જ મીનીટો માં ગરણી સાફ થઇ જાય છે.

૩. ત્રીજી રીત માં સ્ટીલ ની ચા ગાળવાની ગરણી ને સાફ કરવા માટે સૌથી પહેલા સફેદ વિનેગર માં બેકિંગ સોડા મિક્સ કરો. હવે આ મિશ્રણ માં સ્ટીલ ની ચા ગાળવાની ગરણી ને ૪ થી ૫ કલાક સુધી ડુબાડીને રાખવી. અને ત્યાર બાદ જુના ટુથ બ્રશ ની મદદ થી તેને સાફ કરી લેવી. આવી રીતે આસાની થી અને જાજી મહેનત કર્યા વિના ચા ગાળવાની ગરણી ને સાફ કરી શકાય છે.


Post Views:
25Source link

Like it.? Share it: