ગણેશ ચતુર્થી ઉપર આ રીતે બનાવો ભગવાન ગણપતિ ને પ્રિય મોદક


ગણેશ ચતુર્થી ઉપર આ રીતે બનાવો ભગવાન ગણપતિ ને પ્રિય મોદક

આપણે દરેક લોકો જાણીએ છીએ કે થોડા સમયમાં ભગવાન ગણપતિનો તહેવાર ગણેશ ચતુર્થી આવી રહ્યો છે, અને ગણેશ ચતુર્થીના દિવસે મોટાભાગના લોકો પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે, અને 10 દિવસ સુધી તેની પૂજા-અર્ચના કરે છે, અને તેને જાતજાતના પ્રસાદ ચઢાવતા હોય છે. પરંતુ જો ભગવાન ગણપતિ ને સૌથી પ્રિય કોઈપણ પ્રસાદ હોય તો તે છે મોદકનો પ્રસાદ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ બનાવી શકો છો ભગવાન ગણપતિ ને પ્રિય એવા મોદક તો ચાલો જાણીએ તેની રેસિપી.

સામગ્રી

 • બે વાટકા ચોખાનો લોટ
 • એક વાટકો ગોળ
 • બે કપ છીણેલું નારિયેળ
 • 1 કપ કાજુ
 • 1 કપ કિસમિસ
 • 1 મોટો ચમચો ખસખસ ના બીજ
 • એક ચમચી એલચી પાઉડર
 • ૧ વાટકી ઘી એક
 • ચપટી મીઠું

બનાવવાની રીત

 1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર એક વાર્તા જેટલો ગોળ ઉમેરી તેને ગરમ કરવા માટે મૂકી દો, અને જ્યારે ગોળ ધીમે ધીમે ગરમ થઇ અને એકદમ ઢીલો થવા માંડે કે તરત જ તેમાં ઉપરથી નાળીયેરનો ભૂકો ઉમેરી બરાબર હલાવતા રહો.
 2. ત્યારબાદ તેની અંદર કાજુ-કિસમિસ, ખસખસ ના બીજ અને એલચીનો પાવડર ઉમેરી બરાબર હલાવી લો. અને ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખી દો.
 3. ત્યારબાદ એક વાસણની અંદર એક ચમચા જેટલું ઘી ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર બે કપ જેટલું પાણી ઉમેરો, અને ત્યારબાદ જ્યારે પાણીની અંદર ઊભરો આવી જાય કે તરત જ તેની અંદર ચોખાનો લોટ અને મીઠું ઉમેરી બરાબર હલાવી એકરસ મિશ્રણ તૈયાર કરો.
 4. હવે આ મિશ્રણને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો કે જેથી કરીને તે ઠંડુ થઈ જાય અને ત્યારબાદ તેને એકદમ મોટા વાસણની અંદર લઈ અને એકદમ ઢીલો લોટ બાંધો, અને જો જરૂર જણાય તો તેની અંદર તમે થોડું પાણી ઉમેરી અને તેને લોટને ઢીલો બનાવી અને મસળીને એકદમ તૈયાર કરો.
 5. ત્યારબાદ ચોખાના લોટમાંથી એક સરખા લુવા લઇ અને તેને ગોળ વણી લો, અને ત્યાર બાદ તેની વચ્ચે આપણે બનાવેલું આ મિશ્રણ ભરી દઈ અને ઉપરથી પેક કરી તેને મોદક જેવા આકારના બનાવી લો.
 6. બસ આ રીતે તૈયાર છે ભગવાન ગણપતિની પ્રિય એવા એકદમ સ્વાદિષ્ટ મોદક.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
42Source link

Like it.? Share it: