ખુલી ગયુ છે મોટું રાજ પહેલા મરઘી આવી કે ઈંડું, જરૂર જાણો.


ખુલી ગયુ છે મોટું રાજ પહેલા મરઘી આવી કે ઈંડું, જરૂર જાણો.

દોસ્તો, આખી દુનિયામાં એક વસ્તુ પર ઘણી ચર્ચા થઇ રહી છે અને ખુબ જ માથાકૂટ પણ થઇ રહી છે. આજે આપણે એ ચર્ચા વિશે જાણીશું કે દુનિયામાં સૌથી પહેલા મરઘી આવી કે ઈંડું, આ રહસ્યનો જવાબ કોઈને ખબર નથી પરંતુ આ સવાલ દરેક વ્યક્તિના મગજમાં ઘૂમતો હોય છે તેમજ હવે વૈજ્ઞાનિકે કહ્યું છે કે સંસારમાં પહેલા મરઘી આવી અને પછી મરઘી એ ઈંડુ આપ્યું હતું.

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ બાબત વિશે સાચું સબુત મળ્યું છે કે દુનિયામાં પહેલા મરઘી બની. ઇંગ્લેન્ડની શેફીલ્ડ અને વારવિક યુનિવર્સીટીના શોધકર્તાઓ નું કહેવું છે કે ઈંડાની તપાસ કરીને એમણે આ રાજ ખોલ્યું છે. વૈજ્ઞાનિક મુજબ ઈંડાની ઉપરની પોપડીમાં એક ખાસ પ્રોટીન હોય છે જે ફક્ત મરઘીના અંડાશયમાંથી જ નીકળે છે એટલા માટે કહેવાય છે કે પહેલા મરઘી આવી અને પછી મરઘીએ ઈંડું આપ્યું હતું.

આ પરિણામને એક મોટી કામયાબી મળતા શેફીલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જોન હાર્ડીગ કહે છે કે એ જાણવું કે મરઘી ઈંડાની ઉપરની પોપડી કેવી રીતે બનાવે છે. ખરેખર અનોખો અનુભવ છે, એમાંથી એક બીજું રાજ ખુલ્યું છે હવે નવી ડિજાઈન નો પદાર્થ બનવવાના કામમાં મદદ મળશે, પ્રકૃતિએ વિજ્ઞાન અને ટેકનીકની મદદથી દરેક સમસ્યાનો નિકાલ કરેલ છે. આપણે એમાંથી ઘણું સીખી શકીએ છીએ. આ શોધખોળ મુજબ માલુમ પડે છે કે પહેલા મરઘી આવી અને પછી તે મરઘી એ ઈંડું આપ્યું હતું.

મરઘીના અંડાશયમાં જે પ્રોટીન હોય છે એના લીધે જ ઈંડું બની શકે છે એટલા માટે સાબિત થયું છે કે પહેલા મરઘી આવી હતી અને પછી મરઘીએ ઈંડું આપ્યું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14Source link

Like it.? Share it: