ખાવાનું બંધ કરવાથી નહિ પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી ઘટે છે વજન, અને શરીર થઇ જશે સુંદર


ખાવાનું બંધ કરવાથી નહિ પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી ઘટે છે વજન, અને શરીર થઇ જશે સુંદર

મિત્રો આજકાલ મોટાભાગ ના લોકો વધુ પડતા વજન અને મેદસ્વીતા થી પરેશાન હોય છે. આજકાલ ની ખુબજ વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ આદતો ના લીધે શરીર ની ચરબી ખુબ જ ઝડપથી વધી રહી છે. અને તેથી જ વજનને ઓછુ કરવા માટે લોકો ખાવાનું પણ ઓછુ કરી દેતા હોય છે. અને કસરત પણ કરતા હોય છે. તેમ છતાં કોઈ પણ જાતનો ફાયદો નથી થતો. આજે અમે એવો ઉપાય જણાવીશું જેનાથી ખાવાનું બંધ કર્યા વિના જ વજન કંટ્રોલ માં રાખી શકાય છે. તેનાથી તમારું વધારે પડતું મોટું પેટ ઓછુ કરી શકશો.

ડોક્ટર ની શોધ મુજબ વજન ઓછુ કરવા માટે ભોજન બંધ ના કરવું જોઈએ પરંતુ ઓછી કેલેરી વાળા પદાર્થો નું સેવન કરવું જોઈએ. ઓછી કેલેરી વાળું ભોજન એ ભૂખ્યા રહેવું અને કસરત કરવી એ બંને વસ્તુઓ થી પણ વધુ ફાયદાકારક સાબિત થાય છે. ખાવાનું બંધ કરવાથી નહિ પરતું આ વસ્તુઓનું સેવન કરવાથી વજન કરી શકાય છે ઓછુ અને શરીર ને કરી શકશો પાતળું અને તંદુરસ્ત.

 

શરીર ને ફીટ રાખવા માટેનો ડાયેટ પ્લાન:-

 

સૂપ અને શેક:

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ના રીસર્ચ મુજબ આખો દિવસ સૂપ અને શેક નું સેવન કરવાથી ૮૧૦ કેલેરી ની ઉર્જા મળે છે. તેથી આખા દિવસ દરમિયાન સૂપ અને શેક નું સેવન કરનાર લોકો બીજા લોકોની તુલનામાં ૩ ગણા ઓછા સમય માં પોતાની વધેલી ચરબી ઓછી કરી શકે છે.

 

કેલેરી ડાયેટ લેવું:

ડોક્ટરોના સંશોધન મુજબ કેલેરી ડાયેટ લેવા વાળા લોકો અન્ય લોકોની તુલનામાં ૧૦.૭ કિલો વજન ઓછુ કરી શકે છે. તેથી ડોક્ટર ની સલાહ પ્રમાણે કેલેરી ડાયેટ ને અનુસરવું જોઈએ. કેલેરી ડાયેટ કરવાથી હૃદય ને લગતી બીમારીઓ, સ્ટ્રોક તેમજ ડાયાબીટીસ ની બીમારીની શક્યતા પણ ઓછી થઇ જાય છે.

 

સૂપ અને શેક ડાયેટ પ્લાન:

ઇંગ્લેન્ડ ની નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા લોકો માટે સૂપ અને શેક નો ડાયેટ પ્લાન બનાવવામાં આવેલો. અને ૨૭૮ લોકો પર અધ્યયન કરેલું જેઓનું બોડી માસ્ક ઇન્ડેક્સ ૩૦ થી વધુ હતું. તેઓને ડાયેટ માં સૂપ, શેક, દુધ, પાણી અને ફાઈબર નો સમાવેશ કરીને દિવસ માં ૮૧૦ કેલેરી નું સેવન કરવાની સલાહ આપવામાં આવી હતી.અને જે લોકોએ આ ડાયેટ ને વ્યવસ્થિત રીતે અનુસર્યું તેઓ નો વજન અન્ય લોકોની સરખામણી એ ૧૦% વધુ ઘટાડી શકાયો હતો.


Post Views:
82Source link

Like it.? Share it: