ક્યારેક લાલ ગાડીમાં ઘુમવાવાળી આ મહિલા આજે ચરાવે છે બકરીઓ


ક્યારેક લાલ ગાડીમાં ઘુમવાવાળી આ મહિલા આજે ચરાવે છે બકરીઓ

કિસ્મત ખૂબ જ ખરાબ વસ્તુ છે અને કિસ્મત ઉપર કોઈપણ વ્યક્તિને ભરોસો ન હોવો જોઈએ. કેમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે ત્યારે તેની સાથે શું થાય છે તે કોઈપણ વ્યક્તિ નક્કી કરી શકતું નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિની કિસ્મત એનો સાથ આપતી હોય ત્યારે તે રાતોરાત ધનવાન પણ બની શકે છે, અને તેના દરેક સપનાઓ પૂર્ણ પણ કરી શકે છે. જ્યારે આ જ કિસ્મત એનો સાથ છોડી દે છે ત્યારે તે વ્યક્તિ રાજા માંથી ભિખારી પણ બની શકે છે.

હાલમાં જ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મધ્યપ્રદેશ ની અંદર મધ્યપ્રદેશ ની અંદર રહેતી જુલી નામની આદિવાસી મહિલાની કિસ્મત પણ એટલી ખરાબ રીતે બદલાઈ કે તમે પણ વિશ્વાસ કરી શકશો નહીં. હકીકતમાં મધ્યપ્રદેશના શિવપુરી જીલ્લાની અંદર બદલ વાસ ની અંદર આ આદિવાસી મહિલા રહેતી હતી. એક જમાનાની અંદર આદિવાસી મહિલાએ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને અધ્યક્ષ પદ પર નિયુક્ત થઈ હતી.

જ્યારે તે જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર વિજેતા બની ત્યારે એ જુલી પાસે લાલ બત્તીવાળી ગાડી પણ હતી અને સાથે સાથે તેની પાછળ સરકારી અધિકારીઓનો કાફલો પણ ચાલતો હતો, અને બધા જ લોકો તેને જુલી મેડમ કહીને બોલાવતા હતા. પરંતુ હવે ન તો કોઈ તે મહિલાને મેડમ કહીને બોલાવે છે કે ન તો તેને કોઈ પણ જાતની એશો આરામ છે.

જ્યારે તેના ચૂંટણીના પાંચ વર્ષ પતી ગયા અને તેનો શાસનનું સમયગાળો પૂરો થયો કે તરત જ તે મહિલા પાછી પોતાના ગરીબ ઝુપડા ની અંદર જતી રહી, અને આજકાલ તે બકરીઓ ચરાવવાનું કામ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જ્યારે આ મહિલા સરકારી ઓફિસરો પાસે પોતાનું ઘરનું મકાન બનાવવા માટે ગઈ ત્યારે તે ઓફિસરોએ તેને ખિજાઈને બહાર ભગાડી દીધી.

એક સમયે આ જ મહિલાને મેડમ કહેનાર અધિકારીઓ આજે તે મહિલાની વાત પણ સાંભળતા ન હતા અને જ્યારે બધી જ મામલા વિશે જાંચ પડચાલ કરવામાં આવે ત્યારે તેને જાણવા મળ્યું કે જોઈને કાગળ ઉપર તો કેટલાય વર્ષો પહેલાના આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો છે. પરંતુ હકીકતમાં તો તેને આવું કોઈ પણ મકાન મળ્યું જ ન હતું.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
23Source link

Like it.? Share it: