કોઈપણ શાહી મહેલ કરતા પણ વધુ આલિશાન છે આ 10 ક્રુઝ


કોઈપણ શાહી મહેલ કરતા પણ વધુ આલિશાન છે આ 10 ક્રુઝ

લક્ઝરિયસ ક્રુઝની સવારીની કંઈક અલગ જ મજા હોય છે. સમુદ્રની ઠંડી ઠંડી હવાઓની સાથે સાથે યાત્રા કરવાની મજા જ કંઈક નિરાલી હોય છે. મોટાભાગના હનીમુન કપલ બીચ ઉપર ક્રુઝ ટ્રીપ માટે જતા હોય છે. આ વસ્તુ થોડીક મોંઘી પડે છે પરંતુ તેની અંદર આવતી મજા સમગ્ર જીવનની યાદગાર પળો માની એક બની રહે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 10 એવી લક્ઝરિયસ ક્રુઝ વિશે કે જેનો ઠાઠમાઠ શાહી મહેલ કરતાં પણ વધુ છે.

 

  1. નોઁવેંજીયન એપીક

આ શાનદાર ક્રુઝ દુનિયાનું સૌથી મોટુ જહાજ છે જેમાં એક સાથે 4100 પેસેન્જર મુસાફરી કરી શકે છે. આ ક્રૂઝ વર્ષ 2010માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જેની અંદર તમને પ્રાઇવેટ પુલ, જિમ, સ્પા વગેરે જેવી સુવિધાઓ મળી રહેશે.

 

  1. લિબર્ટી ઓફ ધ સી

આ એક ઇન્ટરનેશનલ ક્રુઝ છે જેની અંદર 4,960 લોકો એક સાથે યાત્રા કરી શકે છે. આ ક્રૂઝ ની અંદર અંદાજે 1300 લોકોનો સ્ટાફ છે અને આ ક્રૂઝ ની ખાસિયત એ છે કે આ ક્રૂઝના દરેક હિસ્સાની અંદર દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે.

 

  1. નોઁવેંજીયન એસ્કેપ

જર્મનીમાં બનાવવામાં આવેલું આ ક્રૂઝ 325 મીટર લાંબુ છે. જેની અંદર 4266 પેસેન્જર એક સાથે મુસાફરી કરી શકે છે આ ક્રૂઝ પોતાની બનાવટ માટે ખૂબ જ પ્રખ્યાત છે.

 

  1. નોઁવેંજીયન જો

લગભગ ૪૨ મીમી આ જહાજ 334 મીટર લાંબુ છે. જે અલગ અલગ વિસ ભાગની અંદર વહેંચાયેલું છે. તેની અંદર એક સાથે 3,883 મુસાફરો યાત્રા કરી શકે છે. આ ક્રૂઝ ની અંદર યાત્રા કરવી એ સ્વર્ગની અંદર ફરવા જેવો અનુભવ છે.

 

  1. ઓવેંશન ઓફ ધ સી

આ જહાજ વર્ષ 2016 ની અંદર બનાવવામાં આવ્યું છે. જે વિશ્વના ટોપ ટેન જહાજની અંદર પાંચમા સ્થાન પર છે. આ જહાજની અંદર અંદાજે 4905 લોકો સફર કરી શકે છે અને આ જહાજ ની અંદર casino, તેમજ વોટરપાર્ક જેવી શાનદાર વસ્તુઓ સામેલ કરવામાં આવી છે.

 

  1. એનથમ ઓફ ધ સી

ફેબ્રુઆરી ૨૦૧૫ ની અંદર બનાવવામાં આવેલા આ જહાજની અંદર પણ 4905 લોકો એકસાથે સફર કરી શકે છે જેની અંદર અંદાજે 1570 રૂમ આવેલા છે.

 

  1. કવોન્ટમ ઓફ ધ સી

શાંઘાઇથી કોરિયા અને જાપાન સુધી ચાલતું જહાજ ૨૦૧૪ ની અંદર બનાવવામાં આવ્યું હતું જેની અંદર એક સાથે 4180 લોકો સફર કરી શકે છે અને તે આખું જહાજ 16 ભાગની અંદર વહેંચાયેલું છે જેની અંદર 8090 રૂમો આવેલા છે.

 

  1. ઓએશિજ ઓફ ધ સી

આ દુનિયાનું સૌથી મોટું ત્રીજા નંબરનું જહા છે જેની લંબાઈ 362 મીટર છે અને તે ૭૨ મીટર જેટલી ઉંચાઈ નું છે. આ જહાજની અંદર એક સાથે ૫૪૦૦ યાત્રિકો સફર કરી શકે છે. આ ઉપરાંત તેની અંદર ટીવી થિયેટર, રોક ક્લાઈમ્બીંગ, ફૂટબોલ અને વોલીબોલ તથા સ્વિમિંગ પુલની સુવિધા પણ છે.

 

  1. એલ્યુર ઓફ ધ સી

આ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું જહાજ છે જેને 2010 ની અંદર બનાવવામાં આવ્યું હતું અને આ જહાજ ની અંદર એક સાથે ૫૪૦૦ યાત્રિકો સફર કરી શકે છે. જેની અંદર ડાન્સ હોલ, મુવી થિયેટર અને આઇસ સ્કેટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

 

  1. હારમોની ઓફ ધ સી

ફ્રાંસ ની અંદર બનેલું આ જહાજ દુનિયાનું સૌથી મોટું જહાજ છે જે ૩૬૩ મીટર લાંબો છે અને તેની અંદર એક સાથે 5979 રૂમ આવેલા છે. આ જહાજ વર્ષ 2016 ની અંદર બનાવવામાં આવેલું હતું અને હાલમાં તે વિશ્વનું સૌથી મોટું જહાજ છે. જેની અંદર એક મહેલની અંદર આપવામાં આવતી સુવિધાઓ કરતાં પણ વધુ સુવિધાઓથી સજ્જ છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
24Source link

Like it.? Share it: