કેવી રીતે મનાવાય છે ભાઈ બીજ, શું છે એની કથા, જરૂર જાણો..


કેવી રીતે મનાવાય છે ભાઈ બીજ, શું છે એની કથા, જરૂર જાણો..

રક્ષા બંધનની જેમ દેશભરમાં ભાઈ બહેનના પરસ્પર પ્રેમ અને સ્નેહનું પ્રતિક ભાઈ બીજનો પર્વ દિવાળી પછી કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથીના દિવસે મનાવવામાં આવે છે અને આ વખતે ૯ નવેમ્બર ૨૦૧૮ ના દિવસે મનાવવામાં આવશે. કહેવાય છે કે ભાઈ- દુજ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર ભાઈ બહેનનો તહેવાર માનવામાં આવે છે. એ જ કારણ છે કે ભાઈ બહેનના સબંધને પ્રેમની દોરથી મજબુત કરવા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે બહેન એમના ભાઈની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને એમની મંગળકામના કરતા એમને તિલક કરે છે. એ પછી જ બહેન એમના ભાઈ સાથે ભોજન ગ્રહણ કરે છે. આ પરંપરા આજથી નહિ પરંતુ સદીઓથી ચાલી રહી છે.

 

કેવી રીતે ઉજવાય છે ભાઈ બીજ

ભાઈ બીજના દિવસે ભાઈઓને સવારે ચંદ્રના દર્શન કરવા જોઈએ અને એ પછી યમુનાના જળથી સ્નાન કરીને પછી અને જો યમુનાનું જળ ન હોય તો તાજા જળથી સ્નાન કરી લેવું. એ પછી ભાઈને એમની બહેનના ઘરે જવું જોઈએ અને ત્યાં બહેનની હાથનું ભોજન જમવું જોઈએ. એ પછી બહેન ભાઈને ભોજન કરાવીને એમનું તિલક કરવું જોઈએ અને આરતી કરવી જોઈએ. એ પછી ભાઈને એમની સ્થિતિ મુજબ ઉપહાર ગીફ્ટ કરવું જોઈએ.

 

ભાઈ બીજની પૂજા વિધિ

ભાઈ બીજ પર બહેન એમના ભાઈઓ ને બાજોટ પર બેસાડીને પૂજા કરે છે. એના પર ચોખા નાખે છે. એના કપાળ પર તિલક કરે છે. ફૂલ, પાન, સોપારી અને મુદ્રા રાખીને ધીમે ધીમે પાણી છાંટતા મંત્ર બોલે છે. સાથે હાથ પર કાંડું બાંધે છે અને એમને મીઠાઈ ખવડાવે છે. યમરાજના નામથી દીપક સળગાવે છે અને એને ઘરના આંગણની બહાર રાખે છે. ભાઈઓના હાથમાં શ્રીફળ આપીને ભાઈની લાંબી ઉંમરની કામના કરે છે. ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરીને ઉપહાર પણ ભેટમાં આપે છે.

 

ભાઈ બીજ સાથે સંકળાયેલી કથા

ભાઈ બીજનો તહેવાર લોકો હર્ષ અને ઉમંગની સાથે મનાવે તો છે પરંતુ એમની પૌરાણિક કથાઓ નથી જાણતા. આપણા હિંદુ ધર્મમાં કહેવાય છે કે હિંદુઓને એમના ત્રીજ તહેવારની જાણકારી હોવી જોઈએ.

 

ભાઈ બીજની કથા

પૌરાણિક કથાઓ મુજબ ભગવાન સૂર્યની પત્ની છાયાએ બે બાળકોને જન્મ આપ્યો, જેને યમુના અને યમરાજના નામથી ઓળખાય છે. બંને ભાઈ બહેનમાં ખુબ જ પ્રેમ હતો. યમુના યમરાજને કહેતી રહેતી હતી કે એ એમના ઘરે આવે અને ભોજન કરે પરંતુ યમરાજ ક્યારેય ન ગયા.

એક વાર પાછા બહેન યમુનાના આગ્રહ પર યમરાજે નિર્ણય કર્યો કે એ એમની ઘરે જશે. યમરાજે જે દિવસે જવાનો નિર્ણય લીધો તે કાર્તિક માસની દ્વિતીય તિથી હતી. યમરાજે જતી વખતે યમલોકમાં જેટલા જીવ કષ્ટ ભોગ હતા બધાને છોડી દીધા,

યમરાજે બહેન યમુનાના ઘરે ભોજન કર્યું. પ્રસન્ન થઈને એમણે યમુનાને વરદાન માંગવાનું કહ્યું. બહેન યમુનાએ વરદાન માંગતી વખતે કહ્યું કે આજના દિવસે જે બહેન એમના ભાઈનો આદર સત્કાર કરીને એમને તિલક કરે એને તમારો ડર ન રહે. યમરાજે પણ આ વરદાન યમુનાને આપી દીધું. એ દિવસથી આ પરંપરા સદીઓથી ચાળી આવી રહી છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
26Source link

Like it.? Share it: