કેળા ના મૂળ ના ફાયદાઓ જાણીને તમે પણ રહી જશો દંગ


કેળા ના મૂળ ના ફાયદાઓ જાણીને તમે પણ રહી જશો દંગ

કેળા ના મૂળ નો ઉપયોગ આજે જ નહીં પરંતુ આજથી વર્ષો પહેલાં આયુર્વેદિક દવાઓ બનાવવા માટે કરવામાં આવતો હતો. કેમ કે કેળાના મૂળ ની અંદર રહેલા તત્વો તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેળાના મૂળનો ઉપયોગ કરીને તમે અનેક પ્રકારની બિમારીઓમાંથી રાહત મેળવી શકો છો. કેળા ના ઝાડ ની અંદર ઉગતા માત્ર કેળા જ નહીં પરંતુ તેના બીજા દરેક ભાગો તમારા સ્વાસ્થ્યને કાયમી માટે સારું રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેળાના મુના અમુક એવા ફાયદાઓ કે જે જાણીને તમે પણ વિચારતા રહી જશો.

મોટાપો :-

જો કોઈપણ વ્યક્તિ મોટાપાથી પરેશાન હોય અને તેને પોતાનું વજન ઓછું કરવું હોય તો તેણે કેળાના મૂળનો રસ કાઢીને તેને સવાર સવારમાં ભૂખ્યા પેટે લેવું જોઈએ. આવું 15 દિવસ કરવાથી કોઇપણ વ્યક્તિને પોતાના શરીરમાં રહેલી વધારાની ચરબી છુટકારો મળી શકે છે.

કબજીયાતની સમસ્યા :-

કેળાના મૂળની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે. જે તમારા શરીરની અંદર રહેલા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તમને કાયમી માટે કબજિયાતની સમસ્યામાંથી દૂર રાખે છે. આ માટે કેળાના મૂળ ના રસના 5 ટીપા દરરોજ સવારે અથવા તો સૂતી વખતે પીવામાં આવે તો કબજિયાત માંથી કાયમી માટે રાહત મળે છે.

ગળામાં સોજો :-

જો તમને પણ ગળાની અંદર સોજો આવ્યો હોય તો કેળાના મૂળનો એક કપ જેટલો રસ કાઢી તેનું સેવન કરવામાં આવે તો તમારા ગળામાં રહેલા કોઈપણ પ્રકારના સોજા દૂર થઈ જાય છે.

કિડનીની સમસ્યા માં :-

જો કોઈ પણ વ્યક્તિને કિડનીને લગતી કોઈપણ જાતની સમસ્યા હોય તો દરરોજ એક કપ જેટલા કેળાના મૂળનો રસ પીવામાં આવે તો તેને કિડનીને લગતી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ત્યાં સુધી કે કિડનીની અંદર રહેલા નાના મોટા પથ્થરો પણ મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે.

જખ્મ અથવા તો ઘા પર :-

જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈ જગ્યાએ લોહી નીકળતું હોય અથવા તો કોઈ પણ જાતનું જખમ થયું હોય તે જગ્યાએ જો કેળાના મૂળનો રસ લગાવવામાં આવે તો તે જગ્યાએ ફટાફટ ઘા રુઝાઈ જાય છે અને તેને કોઈપણ પ્રકારનો દુખાવો થતો હોય તો તેમાંથી પણ રાહત મળે છે. કેમ કે કેળાના મૂળની અંદર ભરપૂર માત્રામાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે કોઈપણ જાતના ઇન્ફેક્શનને થતાં રોકે છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
10Source link

Like it.? Share it: