કેન્સર અને હૃદયની બીમારીઓથી બચવા માટે કરો આ શાકનું સેવન


કેન્સર અને હૃદયની બીમારીઓથી બચવા માટે કરો આ શાકનું સેવન

કહેવાય છે કે મશરૂમ આપણા શરીરને અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. કેમકે મસરૂમ ની અંદર રહેલા તત્વો તમારા શરીરની અંદર અનેક પ્રકારના રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે, અને મશરૂમને અનેક પ્રકારના વાનગીઓ બનાવવા માટે ઉપયોગ થતો હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મશરૂમ માંથી બનતું એકદમ સ્વાદિષ્ટ શાક કે જે તમને કેન્સર અને અન્ય ને લગતી બીમારીઓથી દૂર રાખશે.

મશરૂમનું ખાવાના કારણે જો કોઈ પણ વ્યક્તિને હદયને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત મશરૂમ નું શાક તમારા બ્લડપ્રેશરને પણ ઓછું કરે છે અને તેની અંદર રહેલાં એસિડ અને વિટામિન તમારા હૃદયને કાયમી માટે સ્વસ્થ રાખે છે, અને આથી તમને હદય રોગના હુમલા સામે પણ રક્ષણ મળે છે. આ મશરૂમ નું શાક તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

 

સામગ્રી

 • ૨૦૦ ગ્રામ મશરૂમ
 •  બે ઝીણી સમારેલી ડુંગળી
 • 2 ઝીણા સમારેલા ટમેટા
 • ઝીણી સમારેલી ધાણા ભાજી
 • અડધી ચમચી હળદર
 • અડધી ચમચી લાલ મરચું પાઉડર
 • અડધી ચમચી આમચૂર પાઉડર
 • અડધી ચમચી ધાણાજીરું પાવડર
 • અડધી ચમચી રાઈ
 • બેથી ત્રણ લીમડાના પાન
 • બેથી ત્રણ તમાલપત્ર
 •  2 લાલ મરચા
 • ચપટી હિંગ
 • બે ચમચી માંડવીનો ભૂકો
 • અડધી ચમચી ગરમ મસાલો
 • જરૂર મુજબનું તેલ
 • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

 1. સૌપ્રથમ એક પેન લઇ તેની અંદર થોડું બટર ઉમેરી મસરૂમના નાના નાના કટકા કરી તેની અંદર બરાબર સાંતળી લો. જયારે મશરૂમ એકદમ બ્રાઉન રંગનું થઈ જાય અને એકદમ નરમ અને પાકી જાય ત્યારે તેની અંદરથી તેને બહાર કાઢી ઠંડું થવા માટે રાખી દો.
 2. ત્યારબાદ  એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તેલ બરાબર આવી જાય ત્યારબાદ તેની અંદર આખું જીરું, રાઈ અને ચપટી હીંગ નો વઘાર કરી બરાબર હલાવો. ત્યારબાદ તેની અંદર તેજ પત્તા, મીઠો લીમડો અને લાલ મરચાનો વઘાર કરો અને તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દો.
 3. ડુંગળીને ધીમે ધીમે સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળવા દો, અને જ્યારે ડુંગળી બરાબર પાકી જાય ત્યારબાદ તેની અંદર ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરાબર હલાવી લો. અને જ્યારે ટમેટા પાકો આવે ત્યારબાદ તેની અંદર માંડવી નો ભૂકો હળદર, લાલ મરચુ પાઉડર, આમચૂર પાવડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો.
 4. ત્યારબાદ આ મિશ્રણની અંદર અગાઉથી પકાવેલું મસરૂમના ટુકડા નાખી બરાબર હલાવી લો, અને જો જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી કડાઈ ને ૨ થી ૩ મિનિટ સુધી ઢાંકીને પાકવા દો. અને જ્યારે તે બરાબર પાકો આવે ત્યારબાદ તેની ઉપર થી ઝીણી સમારેલી લીલી ધાણા ભાજી છાંટી દો.
 5. બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મશરૂમ નું શાક.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
57Source link

Like it.? Share it: