કાળા દાગ હોય કે ખીલ, ચામડીની દરેક પ્રકારની સમસ્યાને દુર કરે છે ચંદન, જાણો કવી રીતે કરવો તેનો ઉપયોગ.


કાળા દાગ હોય કે ખીલ, ચામડીની દરેક પ્રકારની સમસ્યાને દુર કરે છે ચંદન, જાણો કવી રીતે કરવો તેનો ઉપયોગ.

વ્યસ્ત જીવન શૈલી અને પ્રદુષણ ના કારણે ખીલ, કાળા દાગ, કુંડાળા વગેરે જેવી ત્વચાને લગતી સમસ્યા થવી સામાન્ય વાત છે. અને આ બધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે ચાંદન. ચંદનને આયુર્વેદમાં એક ઉમદા બ્યુટી પ્રોડક્ટ કહેવામાં આવે છે. જે કુદરતી અને ભારોસામંદ છે. ચંદનનું તેલ ઘણી બધી ચામડીની સમસ્યામાં ફાયદાકારક છે. તેમાં ઘણા બધા પ્રકારના મેડીકલ ગુણ હોય છે.

 

ચાંદન થી ત્વચાને થાય છે આ ફાયદાઓ:-

 

૧. કાળા દાગ દુર કરવામાં મદદ કરે:

સૂર્યના હાનીકારક કિરણોના લીધે ચહેરા પર કાળા દાગ પડી જાય છે,ચંદન માં રહેલ કુદરતી તેલ ચહેરાને સાફ કરે છે. અને દાગ ધબ્બા દુર કરે છે.

૨. તેમાં એન્ટી ઈમ્ફલેમેટરી ગુણ હોય છે:

 

ચંદન માં રહેલ એન્ટી ઈમ્ફલેમેટરી ગુણ ત્વચામાં થતી બળતરા અટકાવે છે.

 

૩. એસ્ટ્રીજેટ ની જેમ કાર્ય કરે છે:

ચંદન માં પ્રોટીનનો સંગ્રહ હોય છે. તે આપણી ત્વચાને કોઇપણ જાતની એલર્જીથી બચાવે છે. તે સ્કીનને મુલાયમ રાખે છે. અને ઘણા બધા ફેસ પેક માં ચંદન નો ઉપયોગ કરવામાં આવે છે.

૪. તેમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે:

 

તેનો આ ગુણ ખીલના ઘાવ ભરવામાં મદદ કરે છે. ધુળ અને ગંદકી થી આપણા ચહેરા પર જે બેક્ટેરિયા થાય છે. અને તેનાથી સ્કીન પ્રોબ્લેમ થાય છે. ચંદનનો ઉપયોગ કરવાથી આ  બધી સમસ્યા દુર થઇ જાય છે.

 

ચંદન ફેસપેક લગાવાથી થતા ફાયદા:-

 

૧. બ્લેકહેડ દુર થાય છે:

ચંદન તેલ માં હળદર અને કપૂર મિક્સ કરીને ફેસ પેક બનાવવું. અને આ પેક આખી રાત ચહેરા પર લગાવેલું રાખવું અને સવારે ધોઈ લેવું આવું કરવાથી ચહેરા પરના બ્લેક હેડ દુર કરી શકાય છે.

 

૨. ત્વચા કોમળ બનાવે છે:

ચન્દન ના તેલ થી ચહેરાને મસાજ કરવો અને તેને આખીરાત ચહેરા પર લગાવી રાખવું, અને સવારે ચહેરો હુંફાળા પાણીથી ધોઈલેવો. આવું કરવાથી ત્વચા મુલાયમ અને કોમળ બને છે.

 

૩. સુર્યપ્રકાશ સામે રક્ષણ આપે:

ફેસ માસ્ક બનાવવા માટે કાકડીના રસ માં દહીં, મધ, લીંબુનો રસ અને ચાંદન પાવડર મિક્સ કરવો. અને આ પેસ્ટ ૧૫ મિનીટ માટે ચહેરા પર લગાવી રાખો. તે ચહેરા પરના દાગ ધબ્બા દુર કરવામાં મદદ કરે છે અને સૂર્યના તાપ સામે ત્વચાને ઠંડક આપે છે. તેમજ કાળા કુંડાળા દુર કરે છે.
૪. તૈલી ત્વચા:

 

ચંદનના પાવડર માં ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર લગાવો. અડધી કલાક પછી ચહેરો ધોઈ લેવો. આવું કરવાથી તૈલી ત્વચાને ખુબજ લાભ થાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
57Source link

Like it.? Share it: