કાર્તિક માસની શરુઆત થી ૨૪ નવેમ્બર સુધી ભૂલેચૂકે પણ ન કરવા આ કામ, જરૂર જાણો.


કાર્તિક માસની શરુઆત થી ૨૪ નવેમ્બર સુધી ભૂલેચૂકે પણ ન કરવા આ કામ, જરૂર જાણો.

કાર્તિક માસની શરૂઆત થઇ ગઈ છે. જે આખો મહિનો ૨૪ નવેમ્બર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં કાર્તિક માસને પવિત્ર માસ માનવામાં આવે છે. જેવી રીતે સાવનની શરૂઆત કરવામાં આવે છે, એ ખુબ જ પવન માનવામાં આવે છે. એવી જ રીતે એને પણ માનવામાં આવે છે. આ મહિનાથી શુભ કામની શરૂઆત કરવામાં આવે છે. આ મહીને તુલસીનો છોડ લગાવવો અને વિવાહ ખુબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે કાર્તિક માસમાં માં લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ મહિનામાં ત્રયોદર્શી, દિવાળી, અને ગોપષ્ટમિ મનાવે છે. કાર્તિક માસના પણ અમુક નિયમ છે. જેને માનવા ખુબ જ જરૂરી છે. આજે આપણે જાણીએ આ માસમાં કયા કામ કરવાથી બચવું જોઈએ.

કાર્તિક મહિનો સ્નાન અને દાન- પુણ્ય માટે વિશેષ મહત્વ રાખે છે. આ મહિનામાં પૂજા પાઠ અને સ્નાન અને ડં કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુધર્મ સૂત્ર, કૃત્યકલ્પતરુ, હેમાદ્રી, પદ્મપુરાણ, નિર્ણયસિંધુ અને ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે કાર્તિક માસમાં ઘરથી બહાર કોઈ પવિત્ર નદીમાં સ્નાન, ગાયત્રી જાપ અને દિવસે ફક્ત એક વાર ભોજન કરીને વ્યક્તિને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને એમની તરક્કી થાય છે.

આ માસમાં વિધિ વિધાનથી કામ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસમાં અમુક એવા કામ હોય છે જે ન કરવા જોઈએ. ચાલો જાણીએ, એ કામ વિશે જે આ માસમાં ન કરવા જોઈએ.

 

તેલ ફક્ત એક જ દિવસ લગાવવું

પુરાણોમાં માનવામાં આવે છે કે આ માસમાં તેલ લગાવવું વર્જિત છે. ફક્ત કાર્તિક માસમાં ફક્ત એક વાર નરક ચતુર્દર્શી એટલે કે કાર્તિક કૃષ્ણ ચતુર્દર્શીના દિવસે જ શરીર પર તેલ લગાવવું જોઈએ.

 

એક પણ દાળ ન ખાવી

કાર્તિક માસમાં કોઈ પણ દાળ જેમ કે, અડદ, મગ, મસુર, ચણા, વટાણા, રાઈ વગેરે ન ખાવું જોઈએ. આ માસમાં હળવો ખોરાક કરવો જોઈએ.

 

બ્રહ્મચર્યનું પાલન કરવું

બ્રહ્મચર્યનો મતલબ છે કે કોઈ પણ આચરણમાં ન પડવું જોઈએ, ફક્ત ભગવાનની ભક્તિ કરવાની. કાર્તિક માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમે એનું પાલન નથી કરતા તો પતિ પત્નીને દોષ લાગે છે. સાથે અશુભ ફળ મળે છે.

 

સંયમ રાખવો


આ માસમાં પોતાનામાં સંયમ હોવો જોઈએ. જો તમે વ્રત રાખો છો તો તમારે એક તપસ્વિની જેમ વ્યવહાર રાખવો જોઈએ એટલે કે કામની જ વાત કરવી જોઈએ અને બની શકે ત્યાં સુધી ઓછું જ બોલવું જોઈએ. કોઈના અવગુણ ન લેવા અને લડાઈ ન કરવી જોઈએ. તમારા ચંચળ મનમાં સંયમ રાખવો જોઈએ.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
58



Source link

Like it.? Share it: