કસૂરી  મેથી છે મહિલાઓ માટે વરદાનરૂપ, કરો તેને ડાયટમાં સામેલ..


કસૂરી  મેથી છે મહિલાઓ માટે વરદાનરૂપ, કરો તેને ડાયટમાં સામેલ..

ભારતીય રસોઈ ની અંદર અનેક પ્રકારના મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. અને આથી જ ભારતીય વ્યંજનો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે. પરંતુ આ વ્યંજનો ની અંદર ઉપયોગમાં લેવાતા આ મસાલાઓ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. અને એવી જ એક વસ્તુ છે કસૂરી મેથી કે જેનો ઉપયોગ ઔષધીય શાસ્ત્ર અનુસાર ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

મહિલાઓ માટે આ કસૂરી મેથી ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે તેમ કે તેનો ઉપયોગ જો દરરોજ કરવામાં આવે તો તેને અનેક પ્રકારની સમસ્યાઓમાં રાહત મળે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મહિલાઓ જો પોતાના ભોજનની અંદર ઓઝા કસૂરી મેથી સેવન કરશે તો તેને કયા કયા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

 

વધતી ઉંમરમાં ફાયદાકારક

મહિલાઓના ધીમે ધીમે સમય જતાં તેના શરીરની અંદર રહેલા હોર્મોન્સની અંદર ફેરફાર થતો જાય છે. પરંતુ જો દરરોજ આ કસુરી મેથી નું સેવન કરવામાં આવે તો તેના શરીરની અંદર થતાં હોર્મોન્સ ના બદલાવમાં રાહત મળે છે. અને આથી જ મહિલાઓને માસિક ધર્મ થી માંડીને મોનોપોઝ સુધીની દરેક વસ્તુઓમાં ફાયદો થતો હોય છે.

 

માં બન્યા બાદ જરૂર કરો

સામાન્ય રીતે મહિલાઓ જ્યારે મા બની જાય છે ત્યારબાદ તેના શરીરની અંદર આવતા હોર્મોન્સના બદલાવના કારણે તેનું શરીર ની અંદર વધારાની ચરબી જામી જાય છે. અને તેનું શરીર ડામાડોળ બની જાય છે પરંતુ જો માર્યા બાદ તેના શરીરની અંદર યોગ્ય આકાર આપવો હોય અને તેના શરીરને પહેલાં જેવું જ પતલુ જાળવી રાખવું હોય તો કસૂરી મેથી સેવન તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

 

 આયર્ન ની કમી ઘટાડવા

કસૂરી મેથી ની અંદર ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. અને તે શરીરની અંદર નવું લોહી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે, અને આથી જ જો મહિલાઓ આ કસૂરી મેથી નું સેવન કરે તો તેના શરીરની અંદર હિમોગ્લોબીનની ઉણપ આવે તો તે પણ દૂર થઈ જશે, અને તેને શરીરની અંદર રહેલી આયર્નની કમી પૂરી થઈ જશે.

 

બ્લડ શુગર લેવલને કન્ટ્રોલમાં

કસૂરી મેથી ની અંદર સામાન્ય રીતે જ ડાયાબીટીસ ને મટાડવાનો ગુણ હોય છે. કેમ કે તેની અંદર રહેલા તત્વો નું જો દરરોજ સેવન કરવામાં આવે તો તમારા શરીરની અંદર રહેલી સુગરનું લેવલ યોગ્ય રીતે જળવાઈ રહે છે, અને આથી જ લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ છૂટકારો મળી શકે છે. આમ જો મહિલાઓ દરરોજ પોતાના ડાયટ ની અંદર આ કસૂરી મેથી ને સામેલ કરે તો તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
4Source link

Like it.? Share it: