કમર દર્દ, પીઠ દર્દ, સાંધાના દુખાવા કે પગના કોઈપણ પ્રકારના દુખાવામાંથી છુટકારો મેળવવા અપનાવો આ ચાર નુસખા.


કમર દર્દ, પીઠ દર્દ, સાંધાના દુખાવા કે પગના કોઈપણ પ્રકારના દુખાવામાંથી છુટકારો મેળવવા અપનાવો આ ચાર નુસખા.

આજના સમયમાં મોટાભાગના લોકો બહાર ખાવાનું પસંદ કરતા હોય છે અને જ્યારે આપણે કોઈ પણ વસ્તુ બહાર થી લઈને ખાતા હોઈએ, ત્યારે તેની અંદર કોઈપણ પ્રકારના પોષક તત્વો હોતા નથી. અને આથી તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં પોષણ મળતું નથી, અને જેને કારણે લોકોને વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે.

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના હાથની અંદર કેલ્શિયમનું પ્રમાણ ઘટાડી દે છે જેથી કરીને તેના શરીરની અંદર કેલ્શિયમની માત્રા ઘટી જાય છે, અને આથી જ તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ આપણા શરીરની અંદર હાડકાના વિકાસ માટે સૌથી મહત્વનો ફાળો ભજવે છે. સાથે સાથે કેલ્શિયમ આપણાં હાડકાંને મજબૂત બનાવે છે. જો આપણે આપણા ખોરાક ની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમના લઈએ તો તેના કારણે આપણને સાંધાના દુખાવા અને કમરના દુખાવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ શકે છે.

જો આપણે પોતાની ની અંદર કેલ્શિયમની ઉણપ હોય તો તેના કારણે આપણા આંખોની આસપાસ ધીમે-ધીમે ડાર્ક સર્કલ લાગે છે. સાથે સાથે આપણને કમર ના દુખાવો પીઠ દર્દ પગનો દુખાવો અને સાથે-સાથે ઘુટણ ના દુખાવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા નુસખા કે જેના દ્વારા તમે તમારા સાંધાના દુખાવા માંથી કાયમી માટે મેળવી શકો છો છુટકારો.

જો દરરોજ સૂંઠનો પાઉડર પીપળી અને મરીચ ને સમાન માત્રા ની અંદર લઈ અને તેનું ચૂર્ણ બનાવો જેને આપણે ત્રિકટુ તરીકે ઓળખીએ છીએ. જો દરરોજ ગરમ પાણીની અંદર આ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમને કોઈપણ પ્રકારના દુખાવાની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.

 

શરીરના કોઈપણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટે એરંડાના મૂળનું ચૂર્ણ બનાવી અને તેને તો દૂધ સાથે પીવામાં આવે તો તેના કારણે તમને કમરના દુખાવામાંથી તથા ગોઠણ ના દુખાવા માટે રાહત મળે છે, અને સાથે-સાથે તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે જેથી કરીને તમને સાંધા ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.

શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો તેના માટે એરંડિયાના તેલથી સમગ્ર શરીર પર માલિશ કરવામાં આવે તો તેના કારણે તમારા હાડકા મજબૂત બને છે અને સાથે-સાથે તમારા દુખાવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે

અશ્વગંધા શતાવરી અને આમળાનું એક એક ચમચી ચૂર્ણ બનાવી તે બધાને એક સાથે ભેળવી અને એક ગ્લાસ જેટલા ગરમ દૂધ પીવામાં આવે તો તેના કારણે કમરનો દુખાવો, પીઠનો દુખાવો, ઘુટણ નો દુખાવો તથા સાંધાના કોઈપણ પ્રકારના દુખાવામાંથી રાહત મળે છે.

આમ આ ચાર સચોટ નુસખા દ્વારા તમે પણ તમારા શરીરની અંદર થતા કોઈપણ પ્રકારના દુખાવામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. આ ઉપરાંત જો તમે તમારા ભોજનની અંદર ભરપુર માત્રામાં કેલ્શિયમ નો ઉપયોગ કરશો તો તેના કારણે તમને કોઈપણ પ્રકારના દુખાવા માટે કાયમી માટે રાહત મળી શકે છે, અને સાથે-સાથે તમારા હાડકા પણ મજબૂત બની જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
118Source link

Like it.? Share it: