એક મા કે જેણે સાપને બનાવ્યો છે પોતાનો દીકરો


એક મા કે જેણે સાપને બનાવ્યો છે પોતાનો દીકરો

માતાની મમતા થી કોણ વાકેફ નથી. માતા અને દીકરાનું બંધન જ કંઈક એવું હોય છે કે જે સમગ્ર સંસારના દરેક બંધનો કરતા કંઇક અલગ હોય છે. કહેવામાં આવે છે કે માતાને સૃષ્ટી પરના ભગવાન માનવામાં આવે છે. જ્યારે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા ન હતા ત્યારે તેણે માતાનું સર્જન કર્યું હતું અને આવી જ એક માતાની મમતા સામે આવી છે.

ભોપાલ ની અંદર રહેતી એક મહિલાએ એક સાપને પોતાનો દીકરો બનાવી લીધો છે અને પોતાના દીકરાની જેમ જ તેની દેખભાળ કરે છે. ભોપાલ ની અંદર એક પાર્કમાં રહેતી મહિલાએ એક ચહેરા સાપને એકદમ લાડ-પ્રેમથી પોતાના દીકરાની જેમ ઉછેર્યો છે. તે તેની સાથે ખૂબ ધીગામસ્તી પણ કરે છે અને તેની દેખભાળ પણ કરે છે.

ભોપાલની રહેવાસી આ મહિલાનું નામ ઉમા ભારતી છે. તે અંદાજે ૨૫ દિવસથી આ સાપની દેખભાળ કરી રહી છે અને તેનું ધ્યાન રાખી રહી છે. સૌથી પહેલી વખત જ્યારે તેણે સાપ ને જોયો હતો ત્યારે તે ખૂબ જ ડરી ગઇ હતી અને તે સાપથી દૂર ભાગી ગઈ હતી. પરંતુ જ્યારે તેણે ખરી નજરે જોયું ત્યારે તેને લાગ્યું કે તે ખૂબ જ બીમાર છે અને તેને સારવારની જરૂર.

ત્યારે તે મહિલાએ આગળ આવી અને તે સાપ નહિ દેખભાળ કરી અને તેને દૂધ પીવડાવ્યું અને સાથે સાથે પોતાના દીકરાની જેમ તેને ખૂબ લાડ પ્રેમ પણ કર્યું અને હાલમાં પણ તેની દેખભાળ કરી રહી છે. એ મહિલાનું કહેવું છે કે થોડાક દિવસોની અંદર તે સાપ એકદમ ઠીક થઇ જશે અને તે સાપ પણ એક તે મહિલા પોતાની મા હોય તેવી રીતે તેની સાથે વ્યવહાર કરે છે અને તેને ન તો કોઈ પણ જાતની કનડગત કરે છે કે ન તો કોઈ પણ જાતની હેરાન કરે છે.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
56



Source link

Like it.? Share it: