એક ચપટી સિંદૂર પુરા કરશે તમારા બધા જ કાર્યો, કરો આ સચોટ ઉપાયએક ચપટી સિંદૂર પુરા કરશે તમારા બધા જ કાર્યો, કરો આ સચોટ ઉપાય

હિન્દુ ધર્મની અંદર એવી માન્યતા છે કે પત્નીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે પોતાના માંગમાં સેથો પૂરે છે, અને પોતાના ગળામાં મંગળસૂત્ર પહેરતી હોય છે. આ ઉપરાંત જો સ્ત્રીઓ પોતાની માંગમાં સિંદૂર લગાવશે તો તેના કારણે તમારા ઘરની અંદર શાંતિ પણ આવશે અને સિંદૂર નો ઉપયોગ માતાજીની પૂજા કરવા માટે પણ કરવામાં આવતો હોય છે. કહેવાય છે કે કોઈ પણ પૂજા સિંદૂર વગર અધુરી રહેતી હોય છે.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ જ સિંદૂરના અમુક એવા ઉપાય કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવાય છે, કે જો આ ઉપાયો કરવામાં આવે તો તમે અનેક પ્રકારની મુશ્કેલીઓથી દૂર રહી શકો છો. કેમ કે, સિંદૂર ની અંદર રહેલી સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં અનેક પ્રકારના પ્રભાવ પાડશે અને તમને અનેક પ્રકારની મુશ્કેલીઓથી દૂર રાખશે તો ચાલો જોઈએ કયા છે આ ઉપાય.

  1. ૫ મંગળવાર અથવા તો શનિવાર ના દિવસે ચમેલીના તેલની અંદર સિંદૂર ભેળવીને જો હનુમાનજીને ચઢાવવામાં આવે, તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને આ સિંદૂર ચઢાવ્યા બાદ ગોળ દાળિયા નો પ્રસાદ પણ વેચવો જોઈએ આમ કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

  1. જો તમારે પણ સમાજમાં સન્માન અને માન-પ્રતિષ્ઠા જોતી હોય તો પીપળાના એક પાન ની અંદર સિંદૂર બાંધી બુધવારના દિવસે પીપળાના ઝાડની નીચે રાખી દેવામાં આવે અથવા તો કોઈ પણ પથ્થર નીચે દબાવી દેવામાં આવે તો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે, અને આ ઉપાય કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પથ્થર મૂક્યા બાદ ઘરે જતી વખતે પાછળ ફરી ને ક્યારેય ન જોવું.

  1. જો તમારા ઘરમાં પણ પૈસાની કમી સર્જાતી હોય તો એક આંખ વાળા નારિયેળ પર સિંદૂર લગાવી તેને લાલ કપડા ની અંદર બાંધી ત્યારબાદ તેની પૂજા કરવી અને ત્યારબાદ તેને તમારી તિજોરીમાં અથવા તો દુકાનમાં રાખવાથી તમારા વેપાર ધંધામાં અને પર ઘરમાં રહેલા પૈસા માં પણ વધારો થાય છે અને તમારા ઘરમાં ધીમે ધીમે આર્થિક સુધારો આવતો જાય છે.

  1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા મુખ્ય દરવાજા ઉપર તેલ અને સિંદૂર ને ભેળવીને તેનું તિલક કરવામાં આવે તો તમારા ઘરની અંદર કોઈ પણ જાતની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી જો એકધારા 40 દિવસ સુધી મુખ્ય દ્વાર ઉપર હાલ તિલક કરવામાં આવે તો ઘરની અંદર રહેલા બધા જ વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે.

આમ સૌભાગ્યની નિશાની માનવામાં આવતું આ સિંદૂર આપણને અનેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે અને તેના આ ઉપાયો કરવાના કારણે તમે પણ તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

 

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
80Source link

Like it.? Share it: