ઉપવાસના દિવસોમાં બનાવો હવે ફરાળી પીઝા


ઉપવાસના દિવસોમાં બનાવો હવે ફરાળી પીઝા

મિત્રો ઉપવાસની સીઝન શરૂ થઈ ગઈ છે અને મોટે ભાગે નાની ઉંમરના બાળકો ક્યારેય પણ આ ઉપવાસ માં વ્રત રહેતા નથી. પરંતુ જો તમે પણ તેને ઉપવાસ રખાવવા માગતા હોવ તો તેને ખવડાવો આ ફરાળી પીઝા. જેનું નામ સાંભળતાં જ તે ઝટપટ ઉપવાસ રહેવા માટેની હા પાડી દેશે.

સામગ્રી

 • સો ગ્રામ રાજગરાનો લોટ
 • 500 ગ્રામ શિંગોડાનો લોટ
 • 500 ગ્રામ ટમેટા
 • 3 થી 4 નંગ બટેટા
 • આદુ મરચાની પેસ્ટ
 • એક ચમચી તેલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • 1 ચમચી લાલ મરચું પાઉડર
 • અડધી ચમચી તજનો પાઉડર
 • ચાર મોટા ચમચા તેલ
 • એક ચપટી ખાંડ
 • અડધી ચમચી જીરૂ
 • 200 ગ્રામ લાલ અને પીડા કેપ્સીકમ
 • જરૂર મુજબનું ચીઝ

બનાવવાની રીત :-

સૌપ્રથમ પીઝા ના રોટલા બનાવવા માટે રાજગરા અને શિંગોડાના લોટની અંદર અંદાજે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી જરૂર મુજબનું મીઠું અને પાણી ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો.

હવે આ લોટમાંથી એકદમ જાડા રોટલા વણી લો અને ત્યાર બાદ તેના ઉપર થોડા થોડા અંતરે કાપા બનાવી લો અને માઈક્રોવેવ ઓવનની અંદર તેને પકાવી લો.

હવે એક બાઉલ ની અંદર બાફેલા બટેટા અને ટામેટાનો પલ્પ ઉમેરી બરાબર ક્રશ કરી લો. ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું મીઠું ઉમેરી લો. ત્યારબાદ તેની અંદર અન્ય મસાલા ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લો.

હવે આ ગ્રેવી ને ગેસ ઉપર મૂકી દો અને તેમાં જરૂર મુજબની ખાંડ ઉમેરી તેને એકદમ ઘટ્ટ થવા માટે રાખી દો અને જ્યારે ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો.

હવે અગાઉથી બનાવેલા પીઝાના રોટલા ઉપર આપણે બનાવેલી આ ગ્રેવી બરાબર પાથરી દો. ત્યારબાદ તેના ઉપર લાલ અને પીળા કેપ્સીકમ બરાબર પાથરી દો અને ઉપરથી ઘણું બધું ચીઝ ખમણી ને પિઝા ને માઈક્રોવેવ-ઓવનમાં પાકવા માટે રાખી દો.

જ્યારે ઓવનમાંથી પીઝા બરાબર પાકી જાય ત્યારે તેને બહાર કાઢી લો અને ઉપરથી ઘણું બધું ચીઝ ખમણી દો. બસ આ રીતે તૈયાર છે ઉપવાસની ઋતુમાં ખાવામાં આવતા ફરાળી પીઝા.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
11Source link

Like it.? Share it: