ઉપવાસના દિવસોમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ સીંગદાણાની ફરાળી કઢી



ઉપવાસના દિવસોમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ સીંગદાણાની ફરાળી કઢી

શ્રાવણ મહિનો શરૂ થતાં જ દરેક લોકો ઉપવાસ રાખતા હોય છે અને ઉપવાસ રાખતા હોય તેવા લોકો મોટેભાગે ફરાળમાં બટેટાની વસ્તુઓ જ ખાતા હોય છે અને જો તમે પણ આ બટેટાની વસ્તુઓ ખાઈ ખાઈને કંટાળી ગયા હોવ તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ નવી જ ફરાળી વસ્તુ જેનું નામ છે સીંગદાણાની કઢી.

સામગ્રી

  • 1 કપ મગફળી
  • ૧ ઝીણું સમારેલું મરચું
  • ઝીણી સમારેલી ધાણાભાજી
  • વધાર માટે મીઠો લીમડો
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી ધાણાજીરૂ
  • બે ચમચા તેલ
  • અડધી ચમચી આખું જીરૂ
  • એક ચપટી હિંગ
  • બે લવિંગ
  • એક તજ નો કટકો
  • એક સૂકું લાલ મરચું
  • 2 તમાલપત્ર
  • ૨ ચમચી ખાંડ
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ એક વાસણ ની અંદર મગફળી ને બરાબર શેકી લઈ અને ત્યારબાદ તેના ફોતરા કાઢી તેનો બારીક પાવડર બનાવી લો.
  2. ત્યારબાદ એક વાસણની અંદર છાશ કાઢી લઇ તેની અંદર માંડવીનો આ ભુકો ઉમેરી બરાબર હલાવી લો.
  3. હવે એક કડાઈ ની અંદર થોડું તેલ ગરમ કરવા માટે મૂકો અને ત્યારબાદ તેની અંદર એક ચપટી જેટલી હિંગ અને આખું જીરું ઉમેરી તેનો બરાબર વઘાર કરો.
  4. ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાવડર તજ લવિંગ તમાલપત્ર વગેરેનો બરાબર વઘાર કરી તેની અંદર મગફળી વાળી છાશ ઉમેરી દો.
  5. ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાવડર હળદર સ્વાદ અનુસાર મીઠું ધાણા ભાજી અને ધાણાજીરું ઉમેરી બરાબર હલાવી લો અને આ કઢીને થોડીવાર ઉકળવા દો.
  6. બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ફરાળી સીંગદાણા ની કઢી.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
14



Source link

Like it.? Share it: