આ વૃક્ષના પાંદડાથી દુર થઇ જાય છે આ ગંભીર રોગ, જરૂર જાણો.


આ વૃક્ષના પાંદડાથી દુર થઇ જાય છે આ ગંભીર રોગ, જરૂર જાણો.

દોસ્તો, બધા લોકોએ એમના જીવનમાં ઘણા પ્રકારના છોડ અથવા વૃક્ષ જોયા હશે. જેનો ઉપયોગ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે અને ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે. આજે અમે પણ એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેના પાંદડાનું સેવન કરવાથી ઘણી બીમારી દુર થઇ જાય છે. આજે અમે સરગવાના પાંદડાના ફાયદા વિશે જણાવીશું. સરગવાના પાંદડા આપણા સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. તે શરીરની ઘણી બીમારીઓ દુર કરે છે. તો ચાલો આપણે જાણીએ સરગવાના પાંદડાના ઉપયોગ અને એના ફાયદા વિશે.

સરગવાના પાંદડાના ફાયદા

 

માઈગ્રેનથી છુટકારો

સરગવાના પાંદડાની અંદર ભરપુર પ્રમાણમાં એવા તત્વ હોય છે જે માઈગ્રેન જેવી સમસ્યાઓને જડમુળથી દુર કરવા માટે ઉપયોગી છે. જે વ્યક્તિને માથાનો દુખાવો રહેતો હોય તેને માથાના દુખાવા વાળી બાજુના કાનમાં સરગવાના પાંદડાનો રસ કાઢીને બે ટીપા નાખવા. જેનાથી ઘણી રાહત મળશે.

 

સાંધાનો દુખાવો

સરગવાના પાંદડામાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ જેવા તત્વ રહેલા હોય છે જે સાંધાના દુખાવાને ઓછો કરવા માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. જો કોઈ વ્યક્તિ એના સાંધાના દુખાવાથી પરેશાન છે તો એમણે સરગવાના પાંદડાનું સેવન જરૂર કરવું જોઈએ.

 

સાથળનો દુખાવો

ક્યારેક ક્યારેક ઘણા લોકોને સાથળનો દુખાવો થવા લાગે છે જેના લીધે તે વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે અને ખુબ જ દુખાવાનો સામનો કરવો પડે છે. જો તે વ્યક્તિ સરગવાના પાંદડાનો લેપ બનાવીને અથવા સરગવાના પાંદડાનું શાક બનાવીને એનું સેવન કરે તો તે વ્યક્તિને સાથળના દુખાવામાંથી છુટકારો મળે છે.

 

ઉધરસ અને તાવમાંથી છુટકારો

સરગવાના પાંદડાની અંદર એન્ટી બાયોટિક, એન્ટી ફ્લોમેંટ્રી ગુણ હોય છે જે ઉધરસ અને તાવ જેવી બીમારીને સારી કરવા માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે. જો કોઈ વ્યક્તિ આ પાંદડાને ઉકાળીને એની વરાળ લે તો તે વ્યક્તિની ઉધરસ અને તાવ જેવી સમસ્યા દુર થઇ જાય છે.

લેખન અને સંપાદન : ટીમ FREE

નોંધ:
તમે આ લેખ “FREE” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

A


Post Views:
16Source link

Like it.? Share it: